ગાંધીનગર સેકટર ૨૮ માં અમુલ રાધે પાન પાર્લરમાં ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-07 12:19:25
  • Views : 390
  • Modified Date : 2019-12-07 12:19:25

ગાંધીનગર ખાતે આવેલ  અમુલ (રાધે પાર્લર) માં  રાત્રીના સમયે  કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ સેક્ટર ૨૮ માં , ગ - રોડ પર આવેલ અમુલ (રાધે પાર્લર) ના માલિક હાર્દિકભાઈ ચૌધરીના પાર્લરમાં   રાત્રીના ૧૦ થી ૧૧ વાગ્યાની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો ઘુસીને કુલ રોકડ રકમ રૂપિયા ૧૭૦૦૦ ની ચોરી કરી અને ચા પત્તીની પણ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત અંદરની ચીઝ-વસ્તુઓ વેર વિખેર કરી હતી. આટલુ કર્યા બાદ પણ એમણે પાર્લરની અંદર ગંદકી કરી હતી. આ બાબતે પાર્લર માલિક હાર્દિકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે  રાત્રીના ૧૧ થી ૧૧ ઃ ૩૦ વચ્ચે ચોરીનો બનાવ બન્યો હતો, અને ચોરી કરનાર ચા પત્તી અને ૧૭૦૦૦ રોકડા લઈને પલાયન થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News