પરીક્ષામાં હજારો વિદ્યાર્થીઓ રખડી જતા મેનેજમેન્ટ આખું ડામાડોળ, વેબસાઈટ થઈ ઠપ મોક ટેસ્ટમાં જ યુનિવર્સિટી થઈ નાપાસ, તો પરીક્ષામાં વિદ્યાર્થીઓ કઈ રીતે થશે પાસ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 11:26:13
  • Views : 566
  • Modified Date : 2020-07-26 11:26:13

મહિતોષ જયસ્વાલ, ગાંધીનગર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન
પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગત રોજ ૨૫ તારીખે સમગ્ર વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોક ટેસ્ટ દરમિયાન યુનિવર્સિટીની વેબસાઈટ ઠપ થઈ જતા હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે ઓનલાઇન પરીક્ષા લેવાવાળી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આખા ગુજરાતમાં પ્રથમ યુનિવર્સિટી છે પરંતુ આ નિર્ણય સામે તેમને હજી ઘણી કમર કસવી પડશે તેવું દેખાઈ રહ્યું છે.
કોરોના કાર વચ્ચે યુનિવર્સિટી સહિત શાળાઓ બંધ છે તેમજ યુનિવર્સિટી દ્વારા અમુક સેમિસ્ટરના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે જ્યારે અમુક સેમેસ્ટરના વિદ્યાર્થીઓ જેવા કે છેલ્લા સેમિસ્ટર અને માસ્ટર ડિગ્રીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ દ્વારા આગામી દિવસોમાં ઓનલાઇન અને ઓફલાઇન પરીક્ષા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તારીખ ૨૭ થી ઓનલાઈન
પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ગતરોજ ૨૫ તારીખે મોક ટેસ્ટ એટલે કે ટ્રાયલ બેઝ ઉપર જનરલ નોલેજના પ્રશ્નો સાથે ૫૦ માર્ક્‌સની ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ વિદ્યાર્થીઓને આપેલી લીંક ઉપર લોગીન કરીને પરીક્ષા આપવાનું ચાલુ કરવાના સમયે જ યુનિવર્સિટીની વેબસાઈટ ઠપ થઈ જતા હજારો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાથી વંચિત રહી ગયા હતા. કેટલાક વિદ્યાર્થીઓને અધવચ્ચેથી
પરીક્ષા છૂટી ગઈ તો કેટલાક વિદ્યાર્થીઓને પરીક્ષા
આપવાનો મોકો મળે તે પહેલા જ વેબસાઇટ ઉપરથી એરર આવવાની શરૂઆત થઈ ગઈ હતી ત્યારે યુનિવર્સિટીનો આ પહેલો પ્રયત્ન તદ્દન નિષ્ફળ ગયો હતો. મહત્વનો પ્રશ્ન એ છે કે આગામી સમયમાં એટલે કે આવતીકાલે શરૂ થનારી ઓનલાઇન પરીક્ષા બાબતે વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષા આપશે તે એક મોટો પ્રશ્ન છે.
પરીક્ષા ચાલુ થતાં જ
પહેલા વેબસાઈટમાં એરર આવતા વિદ્યાર્થીઓ વચ્ચે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો અને આવતીકાલથી શરૂ થતી
પરીક્ષા કઈ રીતે આપવી તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા હતા. મહત્વની વસ્તુ એ છે કે આવતીકાલથી શરૂ થતી
પરીક્ષા અંગે યુનિવર્સિટીએ હજી વિદ્યાર્થીઓને પરીક્ષાનો કાર્યક્રમ પણ ફાળવ્યો નથી ત્યારે એક દિવસની વાર હોય અને ત્યાં સુધી પરીક્ષાનો કાર્યક્રમના આવે તો વિદ્યાર્થીઓ કઈ રીતે
પરીક્ષાની તૈયારી કરે એતો યુનિવર્સિટી જાણે. યુનિવર્સિટીના મેનેજમેન્ટથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો તેમ જ આ પરીક્ષા મોકૂફ રખાઇ અથવા તો સંપૂર્ણ વિગતો અને તૈયારીઓ સાથે અપાય તેવી વિદ્યાર્થીઓ માંગ કરી હતી.

૨૭ તારીખની પરીક્ષાના સંદર્ભે જે મોક ટેસ્ટ યોજવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી છે. યુનિવર્સિટી દ્વારા વારંવાર અલગ અલગ તારીખો બદલવી અને નવી ટેકનોલોજીના ભાગરૂપે પરીક્ષા લેવાનું નક્કી કર્યું છે તો ત્યારે પરીક્ષા પહેલાં જ આવી મુશ્કેલીઓ હોય તો
પરીક્ષાના દિવસે વિદ્યાર્થીઓ ભયમુક્ત કઈ રીતે પરીક્ષા આપી શકશે..?? યુનિવર્સિટી દ્વારા એક પ્રકારની  વિદ્યાર્થીઓ સાથે મજાક કરવામાં આવે છે. વિદ્યાર્થીઓને માનસિક તણાવ ઉદ્ભવે છે કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની બદલે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીના માધ્યમથી જ પરીક્ષા લેવાની છે તો તેમાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. આજે પણ વિદ્યાર્થીઓ આઈડી તેમજ  પાસવર્ડ ખોટા છે એવી ઘણી બધી તકલીફો વિદ્યાર્થીઓને પડી છે.  બે વાગ્યાનો મોક ટેસ્ટ સાંજે ૫ વાગ્યા સુધી પણ લોગ ઈન નથી થતો આવી ઘણી બધી તકલીફો વચ્ચે વિદ્યાર્થી પરીક્ષા આપશે કઈ રીતે એ મોટો પ્રશ્ન ઉદ્ભવે છે.
- પૂજન જોષી (વિદ્યાર્થી નેતા)

Download Our B K News Today App



Related News