રાયસણ વિસ્તારમાં હરિયાળી લહેરાશે ઃ ૫૦૦ વૃક્ષ ઉછેરવાનો ગામ પરિવારનો લક્ષાંક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 12:09:14
  • Views : 457
  • Modified Date : 2020-08-30 12:09:14

ન્યૂ ગાંધીનગરના રાયસણ વિસ્તારને હરિયાળો બનાવવા માટે ૫૦૦ વૃક્ષના ઉછેરના લક્ષાંક સાથે શનિવારે મેયર  રીટાબેન પટેલ અને સાંસદ સભ્ય એચ.એસ.પટેલ સહિત મહાનુભાવોની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન વિનાયક ડેવલપર્સ ગ્રુપ, ન્યૂ ગાંધીનગર વિકાસ મંડળ, એસપીજી ઓલ ઇન્ડિયાના ઉપક્રમે ગ્રામજનોના સહકારથી સ્વર્ણિમ સાંસક્ત્તિક હોલ, રાયસણ ગામ ખાતે કરાયુ હતું.
આ પ્રસંગે મેયર રીટાબેન
પટેલે જણાવ્યું હતું કે
પર્યાવરણની સુરક્ષા કરવા માટે જાગૃત્તિ કેળવવી પડશે અને દરેક નાગરિકે વૃક્ષ વાવવા અને ઉછેરવાની જવાબદારી લેવી
પડશે. વધુમાં કહ્યું કે રાયસણ ગામ ગુજરાત રાજ્યનું પ્રથમ ગોકુળિયુ ગામ છે, હવે સૌથી હરિયાળા ગામની ઓળખ મેળવવા માટેની સામુહિક સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે, તે અભિનંદનને પાત્ર છે.
સાંસદ એચ.એસ.પટેલે કહ્યું કે રાયસણ ગામ સમગ્ર ગાંધીનગરને હરિયાળી જાળવવા માટે ઉદાહરણ સમાન કામગીરી કરી રહ્યું છે. કાર્યક્રમમાં ધારાસભ્ય શંભુજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પૂર્વ મેયર પ્રવિણભાઇ પટેલ, તાલુકા
પંચાયત પ્રમુખ શોભનાબેન વાઘેલા, મહાનગર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ભાજપ આગેવાન અને બિલ્ડર કેતનભાઇ પટેલ, પ્રમુખભાઇ
પટેલ, યોગેશભાઇ પટેલ
ઉપસ્થિત રહ્યા હતા.
મહા વૃક્ષારોપણનું સમગ્ર આયોજન વિક્રાંત પુરોહિત, વાસુદેવ પટેલ અને ગૌરાંગભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં કોરોના સંબંધે સામાજીક અંતર અને માસ્ક
પહેરવા સહિત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યુ હતું.

Download Our B K News Today App



Related News