દાંતાની પ્રાચીન વાવ નામશેષ રાજવી પરિવાર ખફા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-20 12:11:14
  • Views : 496
  • Modified Date : 2019-11-20 12:11:14

દાંતા અંબાજી માર્ગ
ઉપરની રજવાડાના સમયની
પૌરાણિક અને લોકઉપયોગી વાવને ખતમ કરી દેવામાં આવ્યું છે. જેને લઇ સેંકડો યાત્રિકો સહિત સ્થાનિક પ્રજામાં ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે. એટલું જ નહિ પ્રાચીન ધરોહરનું નિકંદન નીકળી જતા દાંતા રાજવી
પરિવારમાં પણ ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઉચ્ચ કક્ષાએ પણ કસુરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.                                            દાંતા અંબાજી માર્ગ ઉપરના ૧૯ કિ.મી.ના અંતરે  રજવાડાના સમયમાં વિવિધ અંતરે ચાર વાવોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એે પૈકીની હરિવાવની વાવનું અહીં ચાલતા માર્ગ વિસ્તૃતિ કારણમાં પરોવાયેલી પેટા એજન્સી દ્વારા અસ્તિત્વ જ મિટાવી દેવામાં આવ્યું છે. જેને લઇ સેંકડો શ્રદ્ધાળુઓ  સહિત સ્થાનિક પ્રજા અને દાંતા રાજવી પરિવારમાં પણ ભારે રોષની લાગણી જન્મી ઉઠી છે.  આ અંગે ભારે ખેદની લાગણી વ્યક્ત કરતા દાંતા રાજવી
પરિવારના  મહારાજ
પરમવીરસિંહે જણાવ્યું હતું કે આઝાદી પૂર્વે દાંતા સ્ટેટ સમયમાં અમારા પૂર્વજ મહારાણા ભવાનીસિંહજી દ્વારા અંબાજી જતા યાત્રિકો સહિત સ્થાનિક ગ્રામ પ્રજાને નાહવા
ધોવા, અને પીવાના પાણી માટે જુદી જુદી વાવોનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  જે પૈકી દાંતા અંબાજી માર્ગ ઉપરના ૧૯ કિ.મી.  ના અંતરે પ્રથમ હરિવાવ, પીપળાવાળી વાવ, દેવળિયાવાલીવાવ,  ધાબાવાલીવાવ, અને અંબાજી ખાતે મંદિર નીચે સહિત ગબ્બર માર્ગ ઉપર પણ અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડરના નામ ઉપર વાવનું નિર્માણ લોક ઉપયોગ માટે કરવામાં આવ્યું હતું. આ તમામ વાવોમાં આજે પણ પાણી સુકાયું નથી. જોકે આ પ્રાચીન ધરોહરના મલિક આજે ભારત સરકાર છે. ત્યારે હરિવાવની વાવને જાણે નેસ્ત નાબૂદ કરી દેવામાં આવી છે. જે બાબતે  રાજવી પરિવાર સહિત યાત્રિકો અને સ્થાનિક સહિત મુખ્યમંત્રી રૂપાણી અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે.


Download Our B K News Today App



Related News