બનાસકાંઠા-પાટણનું ગૌરવ એક જ પરિવારમાં ત્રણ સભ્યોને શ્રેષ્ઠ શિક્ષકનું રાજય પારીતોષિક પ્રાપ્ત થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 12:44:44
  • Views : 755
  • Modified Date : 2019-09-15 12:44:44

શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ-થરા સંચાલીત શ્રી ઓગડ વિદ્યા મંદિરના  પૂર્વ.આચાર્ય નિરંજનભાઇ શંભુભાઇ ઠકકર તથા તેમના પિતા શંભુભાઇ દલપતભાઇ ઠકકર અને તેમના ભત્રીજા શેઠ કે. બી. વકીલ વિવિધલક્ષી વિદ્યાલય,
રાધનપુર ખાતે વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવતા
કલ્પેશભાઈ  દિનબંધુભાઇ અખાણીને માધ્યમિક વિભાગનું શ્રેષ્ઠ શિક્ષક માટેનું રાજય
પારીતોષિક પ્રાપ્ત થતાં એક જ  પરિવારના ત્રણ સભ્યોને આ શિક્ષણ ક્ષેત્રનું ઉમદા સન્માન મળતાં બનાસકાંઠા પાટણનું ગૌરવ વધાર્યુ છે.
ગત શિક્ષક દિનના રોજ ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા ભવ્ય સમારંભમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે  મુખ્યમંત્રી  વિજયભાઇ રુપાણી, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ,રાજયમંત્રી વિભાવરી બહેન દવે,સચિવ  વિનોદ રાવ, અગ્ર સચિવ અંજુ શર્મા તથા અધિકારીઓ તેમજ શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં કલ્પેશભાઈ  દિનબંધુભાઇ અખાણીને માધ્યમિક વિભાગનું શ્રેષ્ઠ શિક્ષક માટેનુ રાજય
પારીતોષિક એનાયત થયો હતો. માધ્યમિક વિભાગના ૬ શિક્ષકો સહિત રાજયના કુલ ૩૬
શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું છે.
શાળાના બાળકો, શિક્ષકો, આચાર્ય  બી. ડી.ઝાલા, ટ્રસ્ટી મંડળના ઉપપ્રમુખ જયંતિલાલ સોનેથા, માનદ મંત્રી રાજેન્દ્ર ભાઇ શાહ તેમજ ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા. આ અગાઉ તેમના દાદા આચાર્ય શંભુભાઇ દલપતરામ ઠક્કરને ૧૯૬૬ માં રાજ્યપાલ મહામહિમ નારાયણજીના હસ્તે તેમજ તેમના મોટાબાપા આચાર્ય નિરંજનભાઇ શંભુભાઇ ઠકકરને ૧૯૮૦ માં રાજ્યપાલ મહામહિમ શારદાબેન મુખરજીના હસ્તે મળેલ. એક પરિવારમાંથી  ત્રણ સભ્યોને આવુ વિરલ સન્માન પ્રાપ્ત થયું છે.

Download Our B K News Today App



Related News