દિયોદરમાં ટીપીઓના પરિપત્રનું સુરસૂરિયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:26:31
  • Views : 490
  • Modified Date : 2019-07-01 10:26:31

સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર ઉત્તમ ગુણવત્તા સભર શિક્ષણ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર છે અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે ભારે પ્રયત્નો થઈ રહ્યા છે. શાળાઓમાં એકદમ ગુણવત્તા સભર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે.
રાજ્ય સરકાર અને ખાસ ઉલ્લેખનિય છેકે સરકારી શાળાના શિક્ષકોનો
પગાર ૫૦ હજારથી ૮૦ હજાર સુધી સરકાર ચૂકવે છે. છતાં
પરિણામલક્ષી નક્કર કામગીરી થતી નથી અને જ્યારે પ્રાઇવેટ શાળાઓમાં ૫ હજાર વાળા શિક્ષકો થકી ખાનગી શાળાઓમાં ઉચું પરિણામ અને નક્કર કામ મેળવી રહ્યા છે.
દિયોદર પંથકમાં
અપડાઉનિયા શિક્ષકોના કારણે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ એકદમ નીચા સ્તરે છે અને વહીવટી અધિકારી ખુદ
અપડાઉન કરી શિક્ષકોને
અપડાઉન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને પાછો પરિપત્ર કરી
શિક્ષકોને અપડાઉન કરવો નહીં તેવી સૂફીયાણી સમજ અને કાર્યવાહીની લેખિત ચિમકી છતાં દિયોદર પંથકમાં શિક્ષકોનું બેરોકટોક અપડાઉન રાબેતા મુજબના ચાલુ છે.  દિયોદર ટીપીઓના પરિપત્રનું ફિન્ડલું વળી ગયું હોય તેવું
સ્પષ્ટપણે ફલિત થઈ રહ્યું છે. ખાસ ઉલ્લેખનિય છે કે હેડક્વાર્ટરથી એટલે કે ૮ કિ.મી. ફરજપરની જગ્યાથી દૂર અપડાઉન કરતા શિક્ષકોનું મકાન ભાડું કાપી દેવાય તો કરોડો રૂપિયા રાજ્ય સરકારના રાજ્યમાં બચી શકે એમ છે. દા.ત. એક શિક્ષકને પગાર સાથે મકાન ભાડા પેટે રાજ્ય સરકાર મિનિમમ ૨ હજારથી ૩ હજાર જેટલું ચુકવણું કરે છે. ત્યારે સરેરાશ મુજબ એક તાલુકો દિયોદરના ૧ હજાર શિક્ષકો પૈકી ૮૦૦ અપડાઉન કરતા હોય તો ૮૦૦+૩૦૦૦ = ૨૪ લાખ જેટલું મહિને રાજ્ય સરકાર અપડાઉનિયા શિક્ષકોને મકાન ભાડા પેટે ચુકવણું થાય તે પરિપત્રની બિલકુલ વિરુદ્ધ છે.
જિલ્લા કક્ષાએ જોઈએ તો સરેરાશ એક તાલુકામાં ૨૪ લાખ તો જિલ્લામાં ૨૪+૧૪=  લગભગ ૪ કરોડની આસપાસ ચૂકવાય અને સમગ્ર રાજ્યમાં ૪ કરોડ + ૩૩ જિલ્લા ૨ કેન્દ્ર શાસિત પ્રદેશ મુજબ ૩૫+૪=૧૪૦ કરોડ રૂપિયા મકાન ભાડા પેટે રાજ્ય સરકાર ચુકવણું કરીને રાજ્યને નુકસાન થઈ રહ્યું હોવાનું અનુમાન છે.  
શિક્ષકોને પોતાના વતનથી ૨૦૦ કિલોમીટરથી વધુ દુરદુરના સ્થળોએ શિક્ષકો અપડાઉન કરી રહ્યા છે.
પોતાને રોડ ઉપર અસુરક્ષિત અપડાઉન અને શિક્ષણનું સ્તર નીચે લઈ જઈ રહ્યા છે.  જાગૃત નાગરિક તરીકે આટલું મોટું ભાડા પેટે વેતન સાથે લઈ રહ્યા છે. તો સ્વૈચ્છિક જેને અપડાઉન કરવું છે તે મકાન ભાડું વેતન સાથે ન લે તો રાજ્ય સરકારને ૧૪૦ કરોડથી વધુ દર મહિને ફાયદો થાય અને વાર્ષિક ૧૬૮૦ કરોડનો સરકારી તિજોરીમાં ફાયદો શક્ય છે.
તેમ છતાં રાજ્ય સરકારના પરિપત્રની અપડાઉનિયા શિક્ષકો અને ટીપીઓ ઉલ્લંઘન કરી રહ્યા છે. રાજ્ય સરકાર શિસ્તના
પાઠ ભણાવે તે જરૂરી બાકી અપડાઉન તો ચાલુજ  રહેશે ?
 છેલ્લે ટુંક સમય પૂર્વે ટીપીઓના પરિપત્રનું દિયોદર તાલુકાના અપડાઉન કરતા શિક્ષકોએ સુરસૂરિયું કર્યું એ
પાકું છે.

Download Our B K News Today App



Related News