બાળકો જ નહીં વાલીઓએ 'યોગ્ય કપડાં' પહેરીને આવવું પડશે: અમદાવાદની શાળાઓનું ફરમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-03 12:03:09
  • Views : 292
  • Modified Date : 2022-08-03 12:03:57

જો તમે તમારા બાળકને શાળાએ મૂકવા જાઓ છો તો તમારે હવે એક વાતનું ખાસ ધ્યાન રાખવુ પડશે.   જે રીતે બાળક શાળાએ જતા સ્કૂલ યુનિફોર્મ પહેરે છે તે રીતે વાલીઓએ પણ પોતાના કપડાને લઇને ખાસ ધ્યાન રાખવું પડશે. જી, હા અમદાવાદની કેટલીક શાળા દ્વારા શાળાએ મૂકવા આવતા વાલીઓના કપડાને લઇને કેટલાક નિયમો બનાવ્યા છે. 


શાળાએ જ્યારે બાળકને મૂકવા જાઓ ત્યારે વાલીઓએ યોગ્ય કપડા પહેરવા પડશે. બાળકોને સ્કૂલે મુકવા જતા વાલીઓ માટે અમદાવાદની કેટલીક સ્કૂલો દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાલીઓને શાળા દ્વારા મેસેજ કરવામાં આવ્યા છે.  જેમાં જણાવ્યું છે કે વાલીઓએ નાઇટગાઉન, શોર્ટસ પહેરીને શાળાએ ન જઇ શકે. 


યોગ્ય કપડા પહેરીને આવવા કરાઇ તાકીદ


આંબાવાડીની અમૃત જ્યોતિ સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરવામાં આવ્યો કે શાળા કેમ્પસ પર વાલીઓએ યોગ્ય કપડા પહેરીને આવવું. શાળા એક મંદિર છે જ્યાં નાઇટ ડ્રેસ અને શોર્ટ્સ પહેરીને ન આવી શકાય. કેટલીક સ્કૂલોએ સહમતિથી આ નિર્ણય કર્યો છે. અમૃત જ્યોતિ સ્કૂલ સિવાય  ઉદ્ગમ, ત્રિપદા ઈંગ્લિશ સ્કૂલ, પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પણ વાલીઓને મેસેજ કરવામાં આવ્યા છે. 


 


શાળાઓનો આ નિર્ણય આવકાર્ય -ભાસ્કર પટેલ, પ્રમુખ, શાળા સંચાલક મંડળ


આ અંગે ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું કે  શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફ વ્યવસ્થિત કપડા પહેરીને આવે તેવો અમે આગ્રહ રાખીએ છીએ તેવી રીતે વાલીઓ પણ વ્યવસ્થિત કપડા પહેરીને આવે તે અનિવાર્ય છે. આ નિર્ણયમાં કંઇ ખોટુ નથી. વાલીઓ પાસે પણ અમે અપેક્ષા રાખીએ કે વાલીઓ પણ બાળકને સમજ આપે કે ઘરમાં શુ પહેરાય અને શાળામાં શું પહેરાય. હું આ નિર્ણયને આવકારુ છું


 


Download Our B K News Today App



Related News