વાલીઓ સાવધાન! કોરોના વિદ્યાર્થીઓને બનાવી રહ્યો છે ટાર્ગેટ, આ 2 શહેરોમાં મચાવ્યો હાહાકાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 17:43:57
  • Views : 337
  • Modified Date : 2021-03-14 17:43:57

        કોરોના વાયરસે ગુજરાતમાં પાછો ઉથલો માર્યો છે. શાળાઓ ખુલતા જ આ વખતે કોરોના શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નિશાન બનાવી રહ્યો હોય તેમ લાગે છે. સૂરત અને વડોદરામાં અનેક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના પગલે વાલીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.કોરોનામાં વિદ્યાર્થીઓને થતી અસરોથી વાલીઓમાં ચિંતા વધી છે. કોરોના ના ઘટે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવા અને ઓનલાઈન જ અભ્યાસ યથાવત રાખવા DEOને રજુઆત કરી છે.

         વડોદરા શહેરમાં પણ ધીમે ધીમે ઘાતક વાયરસનો સંકજો વધ્યો છે. વડોદરાના પાદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો બાદ કોરોનાએ માથું ઊંચક્યું છે. વડોદરાના પાદરાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને આચાર્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. આજે લતીપુરા ગામની સર્વોદય હાઈસ્કૂલમા પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. વિવધ શાળાના આચાર્યો સહિત કુલ 7 શિક્ષકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોરોનાના કારણે પાદરા, માસરરોડ, કરખડી, સરસવણી ગામની હાઇસ્કૂલ બંધ કરાઇ છે.માસરરોડ ગામની એમ.પી.એસ.એસ હાઈસ્કૂલ, કરખડી ગામની કરખડી હાઈસ્કૂલ, સરસવણી ગામની શ્રીમતી ચ.ર.પટેલ હાઈસ્કૂલ બાદ આજે લતીપુરા ગામની સર્વોદય હાઈસ્કૂલમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે.

         ડાયમંડ નગરી સૂરતમાં પણ શાળા-કોલેજો ખુલતા જ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. સુરતમાં વધુ 17 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. C D બર્ફીવાળા કોલેજના 10 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. બર્ફીવાળા કોલેજ 10 દિવસ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. તો સંત નચિકેતા શાળાના 4 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સંત નામદેવનગર પ્રાથમિક શાળાના 8 વિદ્યાર્થીઓ પોઝિટિવ જણાતા તંત્ર ચિંતિત બન્યું છે. આમ અત્યાર સુધીમાં સુરતમાં કોરોનાથી 102 વિદ્યાર્થીઓ થયા સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


        સુરતની સ્કૂલોમાં સંક્રમણ વધતા વાલીઓ ચિંતિત બન્યા છે. વાલીઓએ શાળાઓ ફરીથી બંધ કરવાની માગ કરી છે. કોરોના ના ઘટે ત્યાં સુધી શાળા બંધ રાખવા DEOને રજૂઆત કરવામાં આવી છે. વાલીઓની માંગણી છે કે, જ્યાં સુધી કોરોનાની સમસ્યાનો અંત ના આવે ત્યાં સુધી અગાઉની માફક જ શાળાઓ ઓનલાઈન માધ્યમથી જ ભણાવવાનું યથાવત રાખે.

     

Download Our B K News Today App



Related News