લાખણી ખાતે આવેલા જકેશ્વર મહાદેવ પરચાધારી શિવાલય તરીકે જાણીતું છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 09:59:38
  • Views : 311
  • Modified Date : 2020-10-24 09:59:38

લાખણી ખાતે આવેલા જકેશ્વર મહાદેવ પરચાધારી શિવાલય તરીકે જાણીતું છે. અંદાજીત ૧૦૦ વર્ષ પહેલાં આ મહાદેવની સ્થાપના કરી હોય તેવું માનવામાં આવે છે.  તે સમયે શિવલિંગની  સ્થાપના માત્ર એક નાનકડા ઓટલા ઉપર કરવામાં આવી હતી અને જેમ જેમ ભક્તોની અવરજવર વધી તેમજ સમય પસાર થતો ગયો તેમ તેમ આ શિવાલયનું નિર્માણ થતું ગયું અને આજે એક સુંદર શિવાલય તરીકે લાખણી ગામ ખાતે નીખરી આવ્યું છે. હાલમાં આ શિવાલયની પૂજા અર્ચના કિશોરભાઈ વ્યાસ દ્વારા નિત્યક્રમે કરવામાં આવી રહી છે. અહીં શ્રાવણ મહિનામાં શિવલિંગની વિશેષ પૂજા કરવામાં આવે છે અને રોજ અલગ અલગ જાતના અભિષેક કરવામાં આવતા હોય છે. તેમજ શ્રાવણ મહિનામાં અહીં મોટો યજ્ઞ યોજવામાં આવે છે અને પ્રસાદીનું વિતરણ કરવામાં આવતું હોય છે. આજે પણ રોજ મોટી સંખ્યામાં શિવભકતો આ શિવાલયના દર્શન કરવા માટે આવતા હોય છે અને શિવના દર્શન કરીને આનંદનો અનુભવ કરતા હોય છે.

Download Our B K News Today App



Related News