અમદાવાદમાં પાર્સલ બ્લાસ્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-12-21 18:22:34
  • Views : 43
  • Modified Date : 2024-12-21 18:22:34

અમદાવાદના સાબરમતી IOC રોડ પર બ્લાસ્ટ કેસમાં આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી બોમ્બ બનાવવાનો સામાન મળ્યો છે.

સાબરમતી વિસ્તારમાં શિવમ રો-હાઉસમાં પાર્સલ બ્લાસ્ટથી સનસની મચી જવા પામી છે. એક બુટલેગરએ પાર્સલ બૉમ્બ બનાવીને રિમોર્ટથી વિસ્ફોટ કર્યોનો ખુલાસો થયો છે. પારિવારિક ઝઘડો અને કાયદાકીય અદાવતમાં બૉમ્બ બલાસ્ટનું ષડ્યંત્ર રચ્યું હતું. જે ઘટનાના પગલે પોલીસે પાર્સલ બ્લાસ્ટના એક આરોપીની ધરપકડ કરીને વોન્ટેડ બુટલેગર સહિત 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પાર્સલ બોમ્બ બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો

ઘટનાની વિગતે વાત કરીએ તો સાબરમતી વિસ્તામાં આવેલા શિવમ રો હાઉસમાં રહેતા બળદેવભાઈ સુખડીયાના ઘરે સવારે 10 વાગ્યે એક યુવક પાર્સલ લઈને આવ્યો હતો. જ્યારે સોસાયટીના નાકે બે યુવક રિક્ષામાં બેઠા હતા. આ પાર્સલ બળદેવભાઈની પત્નીએ લીધું હતું, પરંતુ આવું કોઈ પાર્સલ મગાવ્યું ન હતું તો આ કોણે મોકલ્યું જેની વાતચીત કરતા હતા. ત્યારે પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થઈ ગયો હતો. જે પાર્સલ બ્લાસ્ટમાં બળદેવભાઈનો પિતરાઈ ભાઈ કિરીટ સુખડીયા ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યો હતો. જ્યારે સ્થાનિક લોકોએ પાર્સલ આપવા આવેલા ગૌરવ ગઢવી નામના યુવકને પકડી લીધો હતો. જે યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ડોગ સ્કોડ તેમજ બૉમ્બ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

મુખ્ય આરોપી રૂપેણના ઘરમાંથી મળ્યો બોમ્બ બનાવાનો સામાન

પાર્સલ બ્લાસ્ટની તપાસમાં બુટલેગર રૂપેણ બારોટ અને અન્ય એક વ્યક્તિએ બોમ્બ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. જ્યારે ગૌરવ ગઢવી અને અન્ય એક આરોપી પાર્સલ આપવા ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે બોમ્બ આપવા આવેલા ગૌરવ ગઢવી સહિત 2 આરોપીની અટકાયત કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર રૂપેણ બારોટની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના ડી કેબિન નજીક આવેલા ગોદાવરી એપાર્ટમેન્ટના નિવાસસ્થાને સર્ચ કરતા બૉમ્બ બનાવવાની સામગ્રી નાઈટ્રેટ, બ્લેડ, છરા, ખિલ્લા, તિક્ષણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી હતી. તેમજ દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, પાઈપ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હોવાનું ખુલ્યું હતું. રૂપેણ આ ઘરમાં એકલો રહેતો હતો અને તેને એક મિત્રની મદદથી ઘરમાં જ બોમ્બ બનાવ્યો હતો. ત્યાર બાદ બોમ્બ બનાવી પાર્સલમાં પેક કરીને ગૌરવ ગઢવી સહિત બે વ્યક્તિને ડિલિવરી માટે મોકલ્યા હતા. આ બ્લાસ્ટ બાદ રૂપેણ બારોટ અને અન્ય આરોપીઓ ફરાર થઇ ગયા છે.

પાર્સલ લાવનારા બંને આરોપીની અટકાયત

પાર્સલ બ્લાસ્ટ કરનાર રૂપેણ બારોટ કુખ્યાત બુટલેગર છે. તેની વિરુદ્ધ ભાભર અને મહેસાણામાં દારૂના અનેક ગુના નોંધાયેલા છે. જ્યારે ફરિયાદી બળદેવ સુખડીયા ગુજરાત હાઇકોર્ટમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. બળદેવ અને આરોપી રૂપેણ 12 વર્ષથી એકબીજાના પરિચયમાં છે. આરોપી રૂપેણએ હેતલ પંચાલ પાસે પ્રેમ લગ્ન કર્યા હતા. આ હેતલને બળદેવએ બહેન બનાવી હતી. રૂપેણ અને હેતલને લગ્નજીવનમાં મનમેળ ન રહેતા છૂટાછેડા માટે કોર્ટમાં કેસ ચાલે છે. જે કાયદાકીય મદદ બળદેવભાઈ કરી રહ્યા છે. જ્યારે રૂપેણને પાસા થતા તેની મદદ બળદેવભાઈએ કરી નહતી. જેની અદાવત રાખીને દોઢ મહિના પહેલા રૂપેણએ ધમકી પણ આપી હતી. પરંતુ બળદેવભાઈએ ધ્યાનમાં ન લેતા બદલો લેવા માટે રૂપેણએ મિત્રો સાથે મળીને પાર્સલ બૉમ્બ બનાવ્યો અને રિમોર્ટથી બ્લાસ્ટ કર્યો હતો. બ્લાસ્ટ કેસમાં બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે બુટેલગ રૂપેણ અને તેનો મિત્ર ફરાર હોવાથી ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 2 LCB અને સાબરમતી પોલીસની જુદી જુદી ટીમોએ શોધખોળ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News