કોરોનાની મહામારીને લઇને ગૌશાળાઓમા અને પાંજરાપોળમાં અબોલજીવો માટે સંસ્થાઓને તાત્કાલિક આર્થિક સહાય ચાલુ કરવામાં આવે તે માટે સાંસદને પરબતભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-25 11:01:11
  • Views : 237
  • Modified Date : 2021-05-25 11:01:11

     એકબાજુ કોરોનાની મહામારી મા લોકોને પોતાનું જીવન ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે બનાસકાંઠામાં આવેલી ગૌશાળામાં ગાયોને નિભાવવા માટે સંસ્થાઓને ખુબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે ગૌશાળાઓ દ્વારા સરકારની વિવિધ એજન્સીઓ દ્વારા કતલ ખાને જતા બચાવેલ તેમજ રખડતા પશુઓને સેવાના ભાવે નિભાવવામાં આવે છે પણ કૉરોનાની મહામારીને લઈને દાતાઓ દ્વારા મળતા દાનની આવક બંધ થઇ ગયેલ છે તેના કારણે ગૌશાળાઓ ચલાવવી ખુબજ મુશ્કેલી પડી રહી છે જ્યારે પણ કોઈ રાજ્ય સરકાર તરફથી પ્રતિ પશુ પ્રતિદિન રૂ.૨પ મુજબની રોકડ સહાય પાંચ માસ માટે મળી હતી તેમજ જયારે કુદરતી કે કૃત્રિમ આફતો આવે છે ત્યારે સરકાર તરફથી યોગ્ય સહાય મળતા જીવોનો નિભાવ સરળ બને છે. આ વખતે તો કોરોના મહામારીમાં ગતવર્ષ કરતા ખુબજ કફોડી સ્થિતિ સર્જાઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગાયોના નિભાવ માટે ગૌશાળામાં સહાય ચાલુ કરવામાં આવે તે માટે બનાસકાંઠા પાંજરાપોળ ગૌશાળા ફાઉન્ડેશન દ્વારા સાંસદ પરબતભાઇ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News