થરાદ ખાતે ભાજપ પાર્ટી અને વિવિધ સંસ્થાઓ પરબતભાઈ પટેલનો સત્કાર સમારોહ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-13 11:56:16
  • Views : 546
  • Modified Date : 2019-06-13 11:56:16

 

થરાદ ખાતે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે ગતરોજ પરબતભાઈ બનાસકાંઠા સીટ પર જંગી બહુમતીથી ચુંટાઈ આવતા તેઓનો સત્કાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાન અને કાર્યકરોએ હાજર રહી પરબતભાઈનું સન્માન કર્યુ હતું. તેમજ ભારત વિકાસ પરિષદ, લાયન્સ ક્લબ થરાદ, બ્રહ્મસમાજ, તાલુકા યુવા ભાજપ મોરચો) તલાટી મંડળ, તાલુકા પંચાયત ડેલીગેટ, તેમજ ડોક્ટર એસોસિએશન, થરાદ પ્રાંત ઓફિસર અને થરાદ મામલતદારે પણ પરબતભાઈનું સન્માન કર્યુ હતુ. આ વિવિધ કાર્યક્રમમાં જિલ્લાભરના આગેવાનો હાજરી આપી હતી. જેમાં શંકરભાઈ ચૌધરી, કેશાજી ચૌહાણ, શશીકાંન્ત પંડ્યા, 

બનાસબેંક ચેરમેન, સહકારી સંઘ ચેરમેનો, બનાસબેંકના ડિરેક્ટરો, માવજીભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, રૂપશીભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, વાવ રાણા ગજેન્દ્રસિંહ, થરાદ રાજવી અર્જુનસિંહ વાઘેલા, અજયભાઈ ઓઝા, તેમજ થરાદ તાલુકા સરપંચ મંડળ જેતશીભાઈ પટેલ સહિત હાજર રહ્યા હતા. ત્યારબાદ તમામ સાથે ભોજન લઈ છુટા પડ્યા હતા.


Download Our B K News Today App



Related News