લાખણી તાલુકામાં ભાજપાના ઉમેદવાર પરબતભાઇને સર્વત્ર આવકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 05:45:04
  • Views : 516
  • Modified Date : 2019-04-18 05:45:04

લોકસભાની ચૂંટણીનું પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવારની  
પરબતભાઇ પટેલે ગતરોજ લાખણી તાલુકાના અસાસણ, દેસાલ ડુવા ગામોની મુલાકાત લઇને ભાજપાની ગુજરાત અને કેન્દ્ર સરકાની પ્રજા કલ્યાણ તથા ખેડૂતલક્ષી યોજનાઓની વિગતવાર માહિતી આપીને
પુનઃ આ દેશના વડાપ્રધાન પદે   નરેન્દ્રભાઇ મોદી આરૂઢ થાય તે માટે બનાસકાંઠામાંથી પણ એક કમળ દિલ્હી મોકલવા જાહેર જનતાને અનુરોધ કર્યો હતો.
આજે લાખણી તાલુકાના દેસાલડુવા ગામે મેલડી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે ઉપસ્થિત વંદનીય સંત  સદારામ બાપાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનોએ   પરબતભાઇ પટેલને જંગી મતોની લીડથી વિજયી બનાવવાની ખાતરી ઉચ્ચારી હતી.


Download Our B K News Today App



Related News