એરંડાના ભાવ ઓછા મળતા બનાસકાંઠાના સાંસદે ટેકાના ભાવે એરંડાની ખરીદી માટે માંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-11 14:27:04
  • Views : 1419
  • Modified Date : 2020-05-11 14:27:04

લોકડાઉનમાં સૌથી કપરીપરિસ્થિતિ ખેડૂતોની છે. તેમાં પણ એરંડા પકવતા ખેડૂતોને ભાવ ન મળતા કફોડી સ્થિતિ બની છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મણે ૫૦૦ રૂપિયા ઓછા મળતા ખેડૂતો ત્રાહિમામ છે. જે મામલે હવે બનાસકાંઠાના સાંસદે ટેકાના ભાવે એરંડાની ખરીદી માટે માંગ કરી છે. 


સરકાર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તેમાટે ટેકાના ભાવે ખરીદી કરે છે. એરંડાની અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદી થતી ન હોઈ ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. પરંતુ લોકડાઉનના કારણે એરંડાના ભાવ તળીયે જતાં એરંડા પકવતા ખેડૂતોને મોટી મુશ્કેલી સર્જાઈ છે. ગત વર્ષે એરંડાનો પ્રતી મણનો ભાવ ૧૧૦૦ થી ૧૨૦૦ રૂપિયા હતો જ્યારે આ વર્ષે ૬૦૦ થી ૭૦૦ રૂપિયા જેટલો છે જેથી ખેડૂતોને પ્રતિ મણે ૫૦૦ રૂપિયા ભાવ ઓછા મળતા ખેડૂતો ચિંતિત છે. રાજ્યમાં સૌથી વધુ એરંડાનું વાવેતર અને ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં અને તેમાં પણ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ અને રજુઆતને ધ્યાને લઈ કેન્દ્રના કૃષિ મંત્રીને પત્ર લખી બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે ટેકાના ભાવે એરંડાની ખરીદી થાય તે માટેની માંગ ઉગ્ર બનાવી છે.  એરંડાની ખેતી કરતા ખેડૂતોની ભાવ ન મળતા કપરી પરિસ્થિતિ છે. જે મામલે ખેડૂતોની સ્થિતિ જોયા બાદ હવે સાંસદ પરબત પટેલે દેશના કૃષિ મંત્રી પાસે એરંડાની ટેકાના ભાવે ખરીદવાની માંગ કરી છે. જોવાનું એ રહેશે કે એરંડાના ખેડૂતોની કપરી પરિસ્થિતિ વચ્ચે સરકાર ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લે છે કે કેમ. 


Download Our B K News Today App



Related News