કોટડા (ફો) ગામે દબાણ દૂર કરવા ગયેલ અધિકારીઓ વિલા મોઢે પરત ફર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:31:50
  • Views : 1132
  • Modified Date : 2020-10-10 11:31:50

દિયોદર તાલુકાના કોટડા (ફો) ગામે અગાઉ પડેલ પ્લોટના બહાના તળે પ્લોટના માપથી અને બીજાની માલિકીની જગ્યા પર ખોટી રીતે દબાણ કરતા ગામના જાગૃત નાગરિક અને જગ્યાની સનદ ધારક દ્વારા ત્રણ મહિના અગાઉ દબાણ શાંતિપૂર્વક રીતે દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને દિયોદર તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં કોઈ ર્નિણય ના આવતા આખરે જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર દિયોદરને રજૂઆત કરી હતી. ત્યારે ત્રણ મહિનાની રજૂઆત બાદ દબાણ દૂર કરવા અને સ્થળ નક્કી કરીને દબાણ દૂર કરવાના સ્થળ તપાસ કરવા દિયોદર તાલુકા પંચાયતની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે કોટડા (ફો) ગામે દબાણ દૂર કરવા
પહોંચી હતી. જેમાં અરજદારે પોતાની સનદનો આધાર પુરાવા રજૂ કર્યા હતા. પણ તપાસમાં આવેલા અધિકારીઓ કોઈના દબાણમાં હોય તેમ દબાણ દૂર ન થાય તેવા ઉડાઉ પ્રશ્નો ઉભા કરીને વિલા પરત ફર્યા હતા.
આમ દિયોદરના કોટડા (ફો) ગામે દબાણ દૂર કરીને કબ્જો અપાવવાનું નાટક તાલુકાની ટીમે ભજવ્યું હોવાનું લોકો ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા. સાથે સાથે ગરીબોના પ્લોટ ઉપર અસામાજિક તત્વોએ કબ્જો કરેલો છે. ત્યારે જિલ્લા સમહર્તા ઘટતું કરીને ન્યાયિક રીતે તપાસ કરી અરજદારોને ન્યાય અપાવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News