શરદ પવારે કહ્યું- ગૃહમંત્રીના રાજીનામાનો સવાલ જ નથી, લાગે છે ટ્રાન્સફર થવાના કારણે પરમબીર સિંહે આરોપ લગાવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 15:27:20
  • Views : 240
  • Modified Date : 2021-03-22 15:27:20

    એન્ટિલિયા કેસના પગલે ભષ્ટ્રાચારના આરોપોમાં ફસાયેલા મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનો NCPના ચીફ શરદ પવારે બચાવ કર્યો છે. પવારે કહ્યું કે મને એવું લાગે છે કે આ તમામ ચીજો પરમબીર સિંહે એટલા માટે કહી કારણ કે તેમની ટ્રાન્સફર કરવામાં આવી છે.

    પવારે કહ્યું કે અમને ડોક્યુમેન્ટ્રી એવિડેન્સ પણ મળ્યા છે કે અનિલ દેશમુખ 6 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી નાગપુરના એક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ હતા. 16 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી તે હોમ ક્વોરેન્ટાઈન એટલે કે નાગપુરમાં જ હતા. પરમબીર સિંહે જે પત્ર લખ્યો હતો તેમાં એવો દાવો કર્યો હતો કે ફેબ્રુઆરીના મધ્યમાં વઝે અને અનિલ દેશમુખની વચ્ચે મુંબઈ સ્થિત જ્ઞાનેશ્વર બંગલામાં આ મુલાકાત થઈ હતી, જે આ વાતને ઠુકરાવે છે.પવારની પ્રેસ કોન્ફરન્સ પછી મહારાષ્ટ્રના નેતા વિપક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્ગ્ર ફડણવીસે વળતો પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પરમબીર સિંહની ચિઠ્ઠીના અમુક પુરાવા શેર કરતાં કહ્યું છે કે, લાગે છે કે, શરદ પવારે પરમબીર સિંહની ચિઠ્ઠી વિશે યોગ્ય રીતે બ્રીફ નથી કર્યા. આ ચિઠ્ઠીમાં આપવામાં આવેલા પુરાવાથી ખ્યાલ આવે છે કે, મીટિંગની તારીખ ફેબ્રુઆરી અંતમાં નક્કી કરવામાં આવી હતી. ફડણવીસે સવાલ કરતાં પૂછ્યું છે કે, હવે તમે જણાવો કે મુદ્દાથી કોણ ગેરમાર્ગે જઈ રહ્યું છે.

    આ દરમિયાન શિવસેનાનેતા સંજય રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે જો કોઈ કેન્દ્રીય એજન્સીનો ખોટો ઉપયોગ કરીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસન લાવવા માગે છે તો હું એને ચેતવણી આપું છું કે તમે તમારી જ આગમાં સળગી જશો.જોકે રવિવારે મોડી રાતે શરદ પવાર સાથે દિલ્હીમાં NCP નેતાઓની બેઠક પછી જયંત પાટીલે કહ્યું હતું કે અનિલ દેશમુખના રાજીનામાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. એટીએસ એન્ટિલિયા અને મનસુખ હિરેન કેસની તપાસ કરી રહી છે અને અમને વિશ્વાસ છે કે આરોપી ટૂંક સમયમાં જ જેલના સળિયા પાછળ હશે.શરદ પવારે રવિવારે કહ્યું હતું કે પરમબીરે દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા છે, પરંતુ એ વિશે કોઈ પુરાવા મળ્યા નથી. ચિઠ્ઠીમાં એવું પણ દર્શાવવામાં આવ્યું નથી કે પૈસા કોની પાસે ગયા છે. એ ઉપરાંત ચિઠ્ઠી પર પરમબીર સિંહની સાઈન પણ નથી. મને નથી ખબર કે મહારાષ્ટ્ર સરકારને નબળી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે નહીં. હું માત્ર એટલું કહી શકું છું કે સરકાર પર આ બધી વાતની કોઈ અસર થવાની નથી.

    આ દરમિયાન મધ્યપ્રદેશથી કોંગ્રેસના સિનિયર નેતા દિગ્વિજય સિંહના ભાઈ લક્ષ્મણસિંહે અનિલ દેશમુખ મામલે મહાવિકાસ આઘાડી સમક્ષ સમર્થન પરત લેવાની માગ કરી છે. લક્ષ્મણ સિંહે સોશિયલ મીડિયા પર લખ્યું, 'જો 100 કરોડ દર મહિને મુંબઈ પોલીસ દ્વારા મહારાષ્ટ્રના ગૃહમંત્રી વસૂલી રહ્યા છે તો દેશમુખ દેશના મુખ્ય ન હોય શકે. લાગે છે કે આઘાડી સરકાર પણ પાછળ રહી હોવાનું જણાઈ રહી છે. કોંગ્રેસે સમર્થન પરત લેવું જોઈએ.'


Download Our B K News Today App



Related News