થરાદ- વાવ ખાતે પરબતભાઈ પટેલનો રોડ-શો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 05:42:50
  • Views : 479
  • Modified Date : 2019-04-20 05:42:50

થરાદ - વાવ ખાતે લોકગાયીકા સાથે પરબતભાઈનો રોડ-શો નીકળ્યો હતો. જેમાં વાવ ખાતે રાઠોડવાસથી હિંગળાજ માતાના મંદિરે સુધી ભવ્ય રોડ-શો યોજાયો. તેમજ બહોળી સંખ્યામાં લોકો રેલીમાં જાડાયા હતા તેમજ મોટા આગેવાનો જાડાયા હતા. થરાદ ખાતે આંબેડકર ચોકથી મેઈનબજારથી કરીને બજારમાં રોડ-શો યોજાયો હતો. જેમાં હજારો માણસો રોડ-શોમાં જાડાયા હતા તેમજ યુવાનો દ્વારા બાઈક રેલી કાઠવામાં આવી હતી. નરેન્દ્ર મોદી અને પરબતભાઈ પટેલના નારા ગુંજી ઉઠ્યા હતા.  પરબતભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકર અને સ્વામી વિવેકાનંદને ફુલોની માળા ચડાવી હતી.  રોડ-શોમાં થરાદના આગેવાનોનું હિતેશ પ્રજાપતિ, રૂપશીભાઈ, દાનાભાઈ, ઓખાભાઈ પ્રકાશભાઈ તેમજ યુવાઓ અને સંગઠનના તમામ કાર્યકરો જાડાયા હતા.


Download Our B K News Today App



Related News