દિયોદર વિધાનસભા બેઠકમાં પરબતભાઈનો લોકસંપર્ક યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:07:23
  • Views : 457
  • Modified Date : 2019-04-13 07:07:23

બનાસકાંઠા બેઠકના ઉમેદવાર પરબતભાઇ પટેલે આજે દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં આવતા મુખ્ય ગામોનો પ્રવાસ કરીને લોકસંપર્ક કર્યો હતો. તેમણે આજે લવાણા, ધુણસોલ, નાના કાપરા, ભીલડી, ધનકવાડા, પાલડી, ગોલવી અને દિયોદર ગામોનો પ્રવાસ કરીને જાહેર જનતા સાથે સંવાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ જ્યારે   નરેન્દ્રભાઈ મોદીને પુનઃ વડાપ્રધાન પદે બિરાજમાન કરવા આતુર છે. ત્યારે બનાસકાંઠાની જનતાએ પણ નક્કી કરી લીધું છે કે અહીંથી પણ એક કમળ  નરેન્દ્રભાઈને અર્પણ કરવું. તેમણે ઉમેર્યુ કે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક જેવા બહાદુરીભર્યા પગલાંઓને કારણે ભારત દેશ નરેન્દ્ર ભાઈ જેવા બાહોશ વ્યક્તિત્વના હાથમાં સુરક્ષિત હોવાને સમગ્ર દેશના લોકો  અહેસાસ કરી રહ્યા છે.જિલ્લા ભાજપના પ્રમુખ અને પૂર્વ મંત્રી ઠાકોર સમાજના અગ્રણી  કેશાજી ચૌહાણે જણાવ્યું કે આપણે માત્ર એમ.પી. નથી ચૂંટવાના પણ પી.એમ. ને પણ ચૂંટવાના છે જેથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરબતભાઇ પટેલને બનાસકાંઠામાંથી જંગી મતોની લીડથી વિજયી બનાવી અને કોંગ્રેસના સુપડા સાફ કરી નાખીએ. આ પ્રસંગે ડીસા માર્કેટના ચેરમેન માવજીભાઈ દેસાઈ, લાખણી માર્કેટના ચેરમેન   બાબુલાલ પાનકુટા, બનાસબેંકના ચેરમેન  જીગરભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર  પરબતભાઈ પટેલને સમગ્ર જિલ્લામાંથી તમામ સમાજનું વ્યાપક સમર્થન મળતું જાય છે અને ઠેર ઠેર તેમનું ઉમળકાભેર સ્વાગત કરીને પ્રચંડ બહુમતીથી વિજય બનાવવા કટિબદ્ધ થયા છે.


Download Our B K News Today App



Related News