પરબતભાઈને જીતાડવા થરાદ ન.પા. ના પૂર્વ પ્રમુખ નવિનભાઈ ઓઝા સક્રીય થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-18 07:42:40
  • Views : 480
  • Modified Date : 2019-04-18 07:42:40

લોકસભાના પરબતભાઈ પટેલે સોમવારે થરાદ તાલુકામાં પ્રચાર પ્રસાર કર્યા. તેમજ થરાદ શહેરમાં પ્રચાર સમિતિ સાથે  મળીને જીતવા માટે વધુમાં વધુ મતદાન તેમજ ભાજપને વધુ લીડ મળે તેવોઅનુરોધ કર્યો હતો. તેમજ થરાદ ન.પા.ના પૂર્વ પ્રમુખ નવિનભાઈ ઓઝા પરબતભાઈના ખાસ લંગોટીયા મિત્ર ગણાય છે તેમજ પરબતભાઈ જ્યારથી રાજકારણમાં છે ત્યારથી તેમની સાથે પડછાયાની જેમ ઉભા રહે છે. થરાદમાં વિધાનસભા હોય કે લોકસભા નવિનભાઈ હંમેશા મહેનત  માટે તત્પર રહે છે. તેમજ બહુસમાજ અને ઈતરકોમ ઉપર સારૂ પ્રભુત્વ ધરાવે છે  તેમજનગરપાલિકામાં ર૦ વર્ષથી ચૂંટાઈ આવે છે. તેમજ પરબતભાઈ   માટે તેમનો મોટો ફાળો રહ્યો છે. થરાદ અંબિકાનગરની સભામાં પરબતભાઈ પટેલે ખાસ અનુરોધ કર્યો હતો કે નવિનભાઈમારો પડછાયો છે અને પરબતભાઈએ નવિનભાઈનું ખાસ સન્માન કર્યુ હતું.

Download Our B K News Today App



Related News