પાંથાવાડા પોલીસે સેન્ટ્રો ગાડીમાંથી ૧૦૦ બોટલ દારૂ ઝડપી પાડયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:48:16
  • Views : 395
  • Modified Date : 2019-04-28 11:48:16

પાંથાવાડા પી.એસ.આઇ. એચ.આઇ.ભાટી તથા સ્ટાફના ફૈજુભાઈ, દેવજીભાઈ, રાજેશભાઇ, જોરાવરસિંહ, સુરેશભાઈ રાહુલદાન તથા ભરતસિંહ વિગેરે પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી આધારે નાકાબંધીમાં હતા. ત્યારે બાતમી વાળી ગાડી નંબર જીજે ૦૧ એચ.ઈ. ૨૭૩૬ ને ઉભી રખાવે તે પહેલાં ગાડીનો ડ્રાઇવર પોલીસને જોઇ ગાડી મુકીને ભાગી જતાં પોલીસે આ ગાડીની તપાસ કરતાં  વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.  જેથી પોલીસે  પંચો રૂબરૂ જડતી તપાસ કરતાં ગાડીમાં અલગ અલગ ચોરખાના બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ- ૧૦૦ કુલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦  તથા ગાડી રૂ.૧,૦૦,૦૦૦ એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૪૦,૦૦૦ નો મુદામાલ  કબ્જે લીધો હતો અને ગાડીના ચાલક સામે પાંથાવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી વધુ
 તપાસ હાથ ધરી હતી. ત્યારે બીજી તરફ એવા પણ આક્ષેપો થયા હતા કે પોલીસે આરોપીને ભગાડી મુક્યો છે પરંતુ મૂળ હકીકત શું છે તે બાબતે તપાસ જરૂરી છે.

Download Our B K News Today App



Related News