ગુંદરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ પકડી પાડતી પાંથાવાડા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 12:12:40
  • Views : 572
  • Modified Date : 2020-06-22 12:12:40

કોરોના મહામારી વચ્ચે
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા પોલીસે ગુદરી ચેકપોસ્ટ  પરથી પોલીસે  વિદેશી દારૂ ઝડપી
પાડયો હતો. પોલીસે કાર્યવાહી દરમ્યાન એક આરોપીની અટકાયત કરી કુલ ૨૪ લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો.
પાંથાવાડા પોલીસને બાતમી હકીકત મળેલ કે રાજસ્થાન મંડાર તરફથી એક ટ્રકમાં
ગેરકાયદે રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગુદરી પોલીસ ચેક પોસ્ટ પર ટ્રક આવતાં રોકાવતા તેમાં ચાલક રામરતન ગીરધરલાલ જાતે ગુર્જર રહે. કાસલી કી માણી ત્રિલોકપુર, તા. દાંતારામગઢ, જી.શીકર (રાજ.) વાળો બેઠેલ હોય અને ટ્રકના કેબીનના ભાગે લગાવેલ તાટપતરી હટાવી જોતાં વેસ્ટેજ પ્લાસ્ટીકના બેગો નીચે બનાવેલ ઇંગલોના ઘોડા નીચેથી  ગે.કા.વગર પાસ
પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ
નંગ- ૫૩૪૦ કુલ કિંમત રૂપિયા ૧૬,૦૨,૨૦૦૦/- તથા ટ્રક ગાડી કિંમત રૂ.૮૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા ૩૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૪,૦૫,૫૦૦/- ના મુદામાલ સાથે મળી આવતાં સદરી મુદામાલ મહેશકુમાર મીણા તથા તેના ભાઇ તેજાભાઇ મીણા રહે. બાજોર તા. દાતારામગઢ જી.સીકર (રાજ.) વાળાઓએ ભરાવેલ હોવાનું અને તેમના કહેવમા મુજબ ગુજરાતમાં ગાંધીધામ આપવા જતો હોવાનું જણાવતાં સદરી ઇસમો  વિરૂધ્ધ પ્રોહી.એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News