ગુટખા બીડી અને મસાલાની દુકાનો ખુલતા જ લાગી કતારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-23 11:57:51
  • Views : 539
  • Modified Date : 2020-05-23 11:57:51

બનાસકાંઠામાં ગુટકા, બીડી અને મસાલાની દુકાનો ખુલતા જ બંધાણીઓની લાંબી કતાર લાગી ગઈ હતી. ગુટકા, બીડીની તડપ છીપાવવા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન રાખ્યા વગર દુકાનો આગળ ટોળેટોળા વળી ગયા હતા. ત્યારે આવી તકનો લાભ લઇ વેપારીઓ ડબલ ભાવ લઈ ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા હોવાની ફરિયાદો ઉઠી છે.કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનમાં જો સૌથી વધુ તકલીફ પડી હોય તો તે વ્યસનવાળા લોકોને તેમાંય પાન મસાલા, બીડી અને ગુટખા ખાતા લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્‌યો છે. ત્યારે બે મહિના બાદ બનાસકાંઠામાં મસાલા બીડીની છૂટ મળતા દુકાનો પર લોકોની કતાર લાગી ગઈ હતી. ડીસામાં આવેલી દુકાનો પર તો લોકો સોશિયલ ડિસ્ટન્સનું પણ ભાન ભૂલીને મસાલા બીડી લેવા માટે ટોળેટોળા ઉમટી પડ્‌યા. જોકે ભાભરમાં પણ લોકોની આવી તડપનો લાભ અત્યારે વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને ગુટખા, બીડીના ડબલ નહીપણ ત્રણ ગણા ભાવ લઈ ગ્રહકોને લૂંટી રહ્યા છે, જે મામલે જાગૃત લોકોએ ભાભર ગ્રાહક સુરક્ષા અને મામલતદાર કચેરીમાં લેખિત ફરિયાદ કરી હતી. લોકડાઉનમાં અછતનો લાભ લઇ વેપારીઓ છાપેલી કિંમત કરતા વધુ ભાવ લઈ રહ્યા છે. તમાકુ, ગુટખા અને બીડી, મસાલામાં ઉઘાડી લૂંટ ચલાવી ભોળા ગ્રાહકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી થઈ રહી છે. ત્યારે અશિક્ષિત અને ભોળા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. 

Download Our B K News Today App



Related News