નાગફણા ના ખેડૂત પંકજ દેસાઈ ને રાજયકક્ષા ના એવોર્ડ થી સન્માન 900 પેટી થકી લાખો રૂપિયા નું મધ મેળવી રહ્યાં છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-26 11:26:55
  • Views : 210
  • Modified Date : 2022-06-26 11:28:28

 

જુનાગઢ ખાતે યોજાયેલા SEEG નેશનલ સેમિનાર 2022 માં ડીસા ના ખેડૂત એ રાજ્ય કક્ષાનો નો એવોર્ડ મેળવ્યો હતો. એમના કામ ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્વીટ કરી કામ ને બિરદાવ્યું છે

બનાસકાંઠા જીલ્લા ના ખેડૂતો ખેતી ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં જળહળતી સફળતા મેળવી રહ્યા છે જેમાં ડીસા તાલુકા ના નાગફના ના યુવા ખેડૂત શ્રી પંકભાઈ ભુરાભાઈ દેસાઈ એ M.Com વિથ English કરી નોકરી કરવા ના બદલે આધુનિક ટેકનલોજી થી મધમાખી ની ખેતી બનાસ ડેરી ના સહયોગ થી ચાલુ કરી. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ડીસા ખાતે આવ્યા અને મધમાખી પ્રોજેક્ટ લોન્ચ કર્યો એમાં થી માર્ગદર્શન લઈ 2016 માં મધમાખી ચાલુ કરેલું...અને આજે આ યુવાન ખેડૂત 900 પેટી રાખી વર્ષે 30 લાખ જેટલું મધનું ઉત્પાદન કરી રહ્યો છે. આજ સુધી આ ખેડૂત ને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે 8 જેવા એવોર્ડ આપી કામ ને બિરદાવ્યું છે .

Download Our B K News Today App



Related News