ડીસામાં ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની બેઠક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 10:42:52
  • Views : 494
  • Modified Date : 2019-05-06 10:42:52

બનાસકાંઠા જિલ્લાની  ૧૩૬ ગૌસાળા અને
પાંજરાપોળના સંચાલકોની  પશુનિકાસની નીતિના વિરોધમાં રવિવારે ડીસા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં છેલ્લાં ઘણા સમયથી પશુઓના ચાલી રહેલ કતલખાનાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા હંમેશા જીવદયાને લઈ સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રવિવારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારની જીવિત પશુના નિકાસની નીતિના વિરોધમાં બેઠક બોલાવવામાં આવી હતી.  સરકાર દ્વારા અગાઉ નાગપુરથી જીવિત પશુઓની આરબ દેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. જેને લઈ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતા સરકારે નાગપુરથી નિકાસ બંદ કરી દીધી હતી અને ત્યારબાદ જોધપુર અને બંદરોથી જીવિત પશુઓની નિકાસ શરૂ કરી હતી. પરંતુ જીવિત પશુઓની થતી નિકાસ બંદ કરવા માટે ગૌશાળાના સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતા સરકાર દ્વારા ચૂંટણીઓને ધ્યાને લઈને જીવિત પશુઓની નિકાસ બંદ કરવામાં આવી હતી અને તેના માટે સરકારે આ નિકાસ બંદ કરવાની ખાતરી લેખિતમાં આપી હતી. પરંતુ એકવાર ફરી ચૂંટણી સંપન્ન થયા બાદ સરકારે પાછલા દરવાજે જીવિત પશુઓની નિકાસ શરૂ કરી દીધી હોવાના સમાચાર ગૌશાળાના સંચાલકોને મળતા ગૌશાળાના સંચાલકો દ્વારા ડીસા ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના કુલ ૧૩૬ સંચાલકોએ એકત્રિત થયા હતા. અને સરકારને જીવિત પશુઓની નિકાસ બંદ કરવા માટે અપીલ કરી હતી.  સરકાર દ્વારા જો જીવિત પશુઓની નિકાસ બંદ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગૌશાળાના સંચાલકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને જરૂર પડશે તો આંદોલનને જલદ પણ બનાવવામાં આવશે.
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા એકવાર ફરી સરકાર સામે રણસિંગું ફૂંકવામાં આવ્યું છે. એ વાત અલગ છે કે આ વખતે સરકાર સામે સહાયની માંગ નથી. પરંતુ જીવિત પશુઓની નિકાસ બંદ કરવાની વાત છે. ત્યારે જોવાનું એ છે કે શું સરકાર એકવાર ફરી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો સામે ઝૂકશે ખરી ?

Download Our B K News Today App



Related News