અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલ રમણીય સ્થળ પાણીયારી આશ્રમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 11:56:03
  • Views : 759
  • Modified Date : 2020-08-26 11:56:03

બનાસકાંઠાના જલોત્રા ગામ પાસે આવેલા પાણીયારી આશ્રમ એક પિકનિક સ્થળ તરીકે પ્રખ્યાત થયું છે. જલોત્રા પાસેના મુમનવાસથી ૩ કિલોમીટર દૂર આવેલ આ
પાણીયારી આશ્રમ જિલ્લાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ પિકનિક સ્પોટ તરીકે જાણીતું છે. પાણીયારી આશ્રમનો ઇતિહાસ દેખવામાં આવે તો ૧૭૦૦ વર્ષ પહેલા ગુરુ ધૂંધળીનાથ બાપા અહીં
પધાર્યા હતા અને તેમણે આશ્રમની સ્થાપના કરી હતી. તેમના દેવલોક થયા પછી આ ધૂંધળીનાથ બાપાની મૂર્તિ અહીં સ્થાપવામાં આવી હતી. દર્શન અર્થે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવે છે. આ સમગ્ર આશ્રમની સારસંભાળ બાળક રામગીરી મહારાજ દ્વારા કરવામાં આવે છે અને બારે મહિના અન્નક્ષેત્ર પણ આ મહારાજ દ્વારા ચલાવવામાં આવે છે. તેમજ જેમનો કોઈ સહારો ન હોય તેવા વ્યક્તિઓને પણ અહીં આશ્રમમાં રાખવામાં આવે છે અને તેમને બધી જ સગવડ પૂરી પાડવામાં આવતી હોય છે. બાળક રામગીરી મહારાજે જણાવ્યુ હતું કે જે લોકોને સંતાન થતા નથી તેવા લોકો અહી બાધા રાખે છે. ત્યારે ગુરુજીના આશીર્વાદથી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે. એના ઘણા એવા દાખલા છે જેમને સંતાન પ્રાપ્તિ થઈ છે.
અરવલ્લીની ગિરિમાળા વચ્ચે આવેલ હોવાથી આ આશ્રમ ખુબજ સુંદર અને રમણીય વાતાવરણનું અનુભવ કરાવે છે. આ ઉપરાંત
ઉપરવાસના પહાડ પરથી ચોમાસાની સિઝનમાં વરસાદના કારણે ધોધ વહેવાથી એક સુંદર દ્રશ્ય જોવા મળે છે. પહાડ પરથી વરસતા આ ધોધનું નામ નવધરા ધોધ પાડવામાં આવેલું છે. જ્યાં જિલ્લામાંથી આવતા પર્યટકો આ ધોધમાં સ્નાન કરીને એક આનંદ ઉઠાવે છે. આશ્રમની ચારેતરફ દેખાતી આ અરવલ્લીની ગિરિમાળાઓ અહી આવતા
પર્યટકોનું મન પ્રફુલ્લિત કરી નાખે છે. જોકે બીજી તરફ આ કુદરતી સંપત્તિમાં આવતા અમુક લોકો નશીલા પદાર્થનું સેવન કરીને આવતા હોવાથી એનું સંચાલન કરતા મહારાજ અને અહીના સ્થાનિક લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આવી કુદરતી સંપત્તિને નુકસાન અને બદનામ કરતા આવા વ્યક્તિઓ ખરેખર કુદરતના ગુનેગાર છે, આવું કહીને અહી પૂજા કરતા મહારાજે તેવા લોકોને વખોડી કાઢયા હતા.

Download Our B K News Today App



Related News