યાત્રાધામ ઢીમાની ગૌશાળામાં પીવાના પાણીના હવાડાઓ ખાલી હાલત કફોડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:45:33
  • Views : 464
  • Modified Date : 2019-06-01 12:45:33

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં બે ગૌશાળાઓ કાર્યરત છે.  ઢીમા ચારરસ્તા નજીકમાં આવેલ શ્રી ઢીમણનાગ ગૌશાળામાં એક પણ ટીપું પાણી આવતું નથી. આંબેડકરમાં પીવાના પાણીના અહેવાલને પગલે એક આંતરે પીવાનું પાણી મળે છે. અહીંયા ૩૦૦ જેટલી ગાયો વસવાટ કરે છે. ત્યારે પીવાનું પાણી ગૌશાળાના સંચાલકો દ્વારા ટેન્કરો દ્વારા લાવવું પડતું હોઈ બધી ગાયોને પીવાનું પાણી પૂરતું મળતું નથી. ત્યારે સત્વરે જિલ્લા કલેક્ટર દ્વારા સરહદી વિસ્તારમાં આવેલ ગૌશાળાઓની સમીક્ષા કરે તેવી માંગ છે.મળતી માહિતી અનુસાર,યાત્રાધામ ઢીમામાં એકાદ મહિનાથી પીવાના પાણીને લઈને વિતરણ વ્યવસ્થામાં લાલિયાવાડીનો ભોગ પ્રજાએ બનવું પડે છે. ત્યારે ગૌશાળામાં ખાલી હવાડાઓ પડ્‌યાં છે અને પીવાના પાણીના અભાવે અબોલ જીવોનો જીવ જોખમમાં છે. તો વળી અનેક રજૂઆત પછી પણ પીવાનું પાણી મળતું નથી. ગામના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો મોટાં પ્રમાણમાં બગાડ થાય છે. ત્યારે સત્વરે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News