છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીના ધાંધિયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-06 11:05:06
  • Views : 564
  • Modified Date : 2020-05-06 11:05:06

આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ તાલુકાના રણને અડીને આવેલા છેવાડાના વિસ્તારના લોદ્રાણી ગામમાં
પીવાના પાણીની બુંદ બુંદ માટે લોકો વલખાં મારી રહ્યા છે.
કોરોનાની ભયંકર મહામારીને નાથવા સરકારનું વહીવટ તંત્ર દોડ ધામ મચાવી રહ્યુ છે. લોકડાઉન ત્રીજી વાર વધારવા સરકાર મજબૂર બની રહી છે. ત્યારે આવી કપરી
પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્યની સીમાએ આવેલા એટલે કે સરહદને સીમાડે આવેલા લોદ્રાણી ગામમાં પીવાના પાણીનો કકળાટ વર્તાઈ રહ્યો છે. સરહદી વિસ્તારના લોકો કોરોના વાયરસની સાથે સાથે પીવાના પાણી માટે પણ જંગ ખેલતા નજરે પડી રહ્યા છે. વાવ તાલુકાના લોદ્રાણી ગામના આ ધોમધખતા ૪૦ થી ૪૫ ડીગ્રી તાપમાનમાં મહિલાઓ
પીવાના પાણી માટે દોડાદોડ કરી રહી છે. સરકાર દ્વારા આ વિસ્તારને હરિયાળુ બનાવવા માટે નર્મદા નહેર બનાવવી છે
પરંતુ નર્મદા નહેરમાં પાણી બંધ થતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયાથી વાવના લોદ્રાણી તેમજ
આજુબાજુના અનેક ગામોમાં
પાણીના પાણી માટે લોકોએ ભારે હાડમારી વેઠવી પડે છે. જીવન જરૂરી એવા પાણી માટે લોકોએ આજુબાજુ એક- બે કિલોમીટર સુધી ચાલીને પણ જવુ પડે છે
સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. જોકે આ લોકોને  સરકારના
પરિપત્રનું પાલન તો કરવું છે
પણ તંત્રની ઘોર બેદરકારીથી લોકો મજબૂર છે પાણી માટે દોડાદોડ થઈ રહી છે રણને અડીને આવેલ આ ગામમાં. અંદાજે પંદરસોની વસ્તી ધરાવતું આ ગામ છે. ઓછામાં ઓછા બે હજારથી વધારે પશુધન ધરાવે છે. જેથી આ ગામને
પાઇપલાઇન દ્વારા આ ગામને
પાણી પૂરુ પાડવામાં આવે તેવી આ ગ્રામજનોની માંગ છે. તો હવે પાણી પુરવઠાના અધિકારીઓ જાગશે કે લોદ્રાણી ગામની પરિસ્થિતિ આવી જ રહેશે તે તો આવનારો સમય બતાવશે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ મામલે બનાસકાંઠા જિલ્લો રેડ ઝોનમાં છે. ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારના લોકો કોરોના વાયરસની સાથે સાથે બેવડો માર સહન કરી રહ્યા છે અને આ માહોલમાં પણ જીવના જોખમે
પીવાના પાણી માટે વલખા મારતા લોકો નજરે પડી રહ્યા છે.

Download Our B K News Today App



Related News