પાણી વિના બળતા પાકને જીવતદાન મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 13:19:47
  • Views : 464
  • Modified Date : 2019-07-04 13:19:47

સરહદી વાવ તાલુકાની નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું અષાઢી બીજથી પાણી રાજ્યના ડે.સી.એમ. નીતિનભાઈ પટેલ દ્વારા નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણીઓ ફેલાઈ છે. ડિસ્ટ્રીબ્યુટરી,માઈનોર અને સબમાઈનોરની તમામ કેનાલોમાં સિંચાઈનું પાણી આપવાથી ખેડૂતોના પાકને જીવતદાન મળશે.સરહદી વાવ, થરાદ અને સુઈગામ પંથકમાં મેઘરાજા સંતાકૂકડી રમતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો મોંઘા ભાવના બિયારણ અને ખેડનો ખર્ચો કર્યો છે. ત્યારે નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી છોડવાની જાહેરાતને પગલે ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે.વાવ, થરાદ સુઈગામ સહિત પંથકમાં ખેડૂતોએ બાજરી, ગુવાર, જાર, સહિતના કઠોળનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ત્યારે પાણીના અભાવે તમામ પાકો નષ્ટ થઈ જવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે નર્મદા કેનાલોમાં સિંચાઈ માટેનું પાણી આશીર્વાદરૂપ બની રહેશે. અત્રે ઉલ્લેખનિય છે  સરહદી વાવ,થરાદ, સુઈગામ પંથકમાં વર્ષ ૨૦૧૫માં ભારે પુરથી ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકાન થયું હતું. તો વળી અનેક લોકો પોતાના ઘર વગર થયા હતા. ત્યારે વર્ષ ૨૦૧૬માં દુષ્કાળના ઓળા હોવાથી આખું વર્ષ એમજ રહ્યું. ત્યારે વર્ષ ૨૦૧૭માં સરહદી વિસ્તારમાં ભયંકર પુરથી બનાસકાંઠા જિલ્લાના ત્રણ તાલુકા પુરથી પ્રભાવિત થયા હતા. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાત દિવસ સુધી જિલ્લા મથક પાલનપુર રહીને સરકારી કાર્ય અને જિલ્લામાં પુરથી પડતી લોકોની મુશ્કેલીઓ બચાવ કાર્ય, એનડીએફઆર, ફૂડપેકેટ સહિતની કામગીરી પુરજોશમાં કરી હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.



Download Our B K News Today App



Related News