પાણી નહીં તો વેરો પણ નહીં સેકટર ૪માં પાણીની સમસ્યાથી રહીશો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 12:10:41
  • Views : 280
  • Modified Date : 2021-02-15 12:10:41

પાટનગરમાં પીવાના
પાણી માટેનો કકળાટ સામે આવ્યો છે. સેક્ટર ૪ પીવાના પાણીનો પોકાર હજુ યથાવત રહેતા રહીશો હેરાન પરેશાન થયી ચુક્યા છે. ૬૦ દિવસથી વધારે સમયથી લોકો પરેશાન હોવાની ફરીયાદ મીડિયા સમક્ષ કરી હતી. આ સેકટરમાં પાણી ઓછા ફોર્સથી આવે છે તેમ જ પાણી ડહોળું આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સરકાર દ્વારા ઘરે ઘરે પાણી પહોંચાડવાના પ્રત્યનો કરી રહી છે. પરંતુ જ્યાંથી સરકાર ચાલે છે ત્યાં જ પાણીની સમસ્યા આવતા અનેક તર્ક ઉઠે છે. ગાંધીનગરના સેક્ટર ૪ ડીમાં
પાણીની વહેચણી બાબતે અનેક ફરિયાદો ઉઠી રહી છે. પાણીનો ઓછા ફોર્સ સાથે
પાણી ડહોળું આવાની ફરિયાદ પણ રહીશો કરી રહ્યા છે. ત્યારે અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પાણીનો પૂરતો ફોર્સના મળતા બગીચાના નળથી પાણી ભરવું પડે છે. અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા રહીશોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છેે. સ્થાનીક
કોર્પોરેટર પાયલબેન મેનાટ ઘ્વારા પણ અનેક રજુઆત કરાઈ પણ તંત્ર દ્વારા કોઈ
પગલાં લેવાયા નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક રહીશોએ નક્કી કરયુ છે પેહલા પાણી આપો પછી પાણી વેરો ભરીશું અને ત્યાર બાદ વોટ આપીશું. ઉલ્લેખનીય છે કે આગામી માર્ચ - એપ્રિલમાં કોર્પોરેશન દ્વારા વેરા વસુલાત કરવામાં આવશે ત્યારે સેકટર ૪ ના રહીશો દ્વારા વેરો ન ભરવાની ચીમકી આપી છે.

Download Our B K News Today App



Related News