ચૂંટણી બેલેટ પેપરથી કરો તો દૂધનું દૂધને પાણીનું પાણી થઇ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 11:05:13
  • Views : 387
  • Modified Date : 2021-03-04 11:05:13

રાજ્યમાં મહાપલિકા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા છે. અનેક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને મતદારોએ નવરા કરી નાંખ્યા છે. ત્યારે દહેગામ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને
પુનઃ બેલેટ પેપરથી કરાવવાની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. શહેર પ્રમુખે કહ્યુ હતું કે, જાે ચૂંટણીને બેલેટ
પેપરથી કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
રાજ્યમાં મહાનગર
પાટ્ઠિલકાના પરિણામ કોંગ્રેસને સમજી શકાતા હતા. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ભાજપ કોંગ્રેસનું નિકંદન કરી નાંખશે તેવી ધારણા ન હતી. ગત ટર્મ કરતા ઉલટુ પરિણામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણીમાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારની જનતા પણ આ સદમો સહન કરી શકતી નથી તેવું જાેવા મળી રહ્યું છે. દહેગામ શહેર કોંગ્રેસ દ્વારા જીતને ભાજપની નહિ પરંતુ ઇવીએમ આધારીત ગણાવી હતી.
દહેગામ શહેર કોંગ્રેસના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડની આગેવાનીમાં ગતરોજ ઇવીએમની વિરુદ્ધમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. ત્યારબાદ તેમણે કહ્યું હતંુ કે, આ જીત ભાજપની નથી, ઇવીએમમાં ગોટાળા કરીને
વિજેતા બન્યા છે. અમારી ધારણા બહારનું પરિણામ આવ્યું છે. ત્યારે અમારી માંગ છે કે, ચૂંટણીને બેલેટ પેપરથી કરાવવામાં આવવી જાેઇએ. મતદારોમાં ભાજપ તરફી ખુલ્લો રોષ હોય છે. તેજ મતદાર મત આપવા જાય ત્યારે ભાજપને મત આપે તે કેવી રીતે સમજી શકાય. જાે સરકાર અમારી માંગ નહિ પુરી કરે તો અમે ઇચ્છા મૃત્યુની માંગ કરીશું.

Download Our B K News Today App



Related News