ડીસા નહેરૂનગર ટેકરા વિસ્તારના રહીશોમાં રોષ દસ દિવસથી દુર્ગંધ મારતા ગંદા પાણીનો કોઈ નિકાલ કરતો નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:24:41
  • Views : 417
  • Modified Date : 2020-07-21 11:24:41

ડીસાના નેહરુ નગર ટેકરા વિસ્તારમાં સૌથી વધુ પરિવારો વસવાટ કરે છે. અને આ વિસ્તારમાંથી આજુબાજુની મોટી સોસાયટીની ગટર લાઈન પસાર થાય છે. પરંતુ રોડના કામકાજ દરમિયાન ભૂગર્ભ ગટર ઢાંકણાઓ બંધ ન કરવામાં આવતા હાલ આ તમામ ગટરનું પાણી આ વિસ્તારમાં બહાર વહી રહી છે. આ ગટરનું પાણી એટલું ગંદું છે કે આજુબાજુના સો જેટલા
પરિવારોને અહીં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. આ ગંદા પાણીના નિકાલ માટે આ વિસ્તારના લોકો દ્વારા દસ દિવસથી નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારમાં હાલ ગંદુ પાણી નદીના વહેણ જેમ વહી રહ્યું છે એક તરફ કોરોનાવાયરસની મહામારી ચાલી રહી છે. જ્યારે બીજી તરફ આ ગંદા
પાણીથી આ વિસ્તારમાં મોટી કોઇ બીમારી ફેલાય તે પહેલા ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ ગંદુ
પાણી બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.
ડીસાના નેહરુ નગર ટેકરા વિસ્તારની મહિલાઓએ વિરોધ દર્શાવતા જણાવ્યું હતું કે,  આ ગંદુ પાણી એટલું દુર્ગંધ મારે છે કે, અમારા નાના બાળકો પણ બહાર નીકળી શકતા નથી આ વિસ્તારમાં મોટા ભાગે લોકો મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ ગંદા પાણીના કારણે અહીં શાકભાજીના ધંધા કરવો પણ મુશ્કેલ બની રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે નહિતર આગામી સમયમાં કોઈ મોટી બીમારી ફેલાશે તો તમામ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે.

Download Our B K News Today App



Related News