વાલપુરામાં ચોમાસા સમયે વર્ષોથી ભરાતા વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 11:57:33
  • Views : 378
  • Modified Date : 2020-08-13 11:57:33

કાંકરેજ તાલુકાનું છેવાડુ અને આર્થિક રીતે દરેક સમસ્યાથી ઘેરાયેલ પછાત ગામ એટલે કે વાલપુરા. આ છેવાડાના ગામમાં વર્ષોથી ચોમાસામાં વરસતા વરસાદના પાણી ભરાવવાની સમસ્યા વધતી જાય છે. ગટર લાઈન, સ્ટ્રીટ લાઈટ, રસ્તાઓનો અભાવ આવી અનેક સમસ્યાથી ઘેરાયેલ ગામના લોકો દ્વારા તંત્રને વારંવાર રજુઆત કરવામાં આવી છે, છતાં પણ આ સમસ્યા હલ થઈ નથી. ચોમાસામાં સામાન્ય વરસાદથી ગામમાં ચારે બાજુ ઢીંચણસમાં પાણી ભરાઈ જાય છે. જેથી પશુ પાલકોને દૂધ ભરાવવા ડેરીએ જવા માટે
પાણીમાં ચાલવા મજબુર થવું પડે છે. જ્યારે શાળાઓ ચાલુ હોય ત્યારે સ્કૂલના બાળકોને સ્કૂલ જવા માટે અને વાહન ચાલકો માટે જીવનું જોખમ બની રહ્યું છે. ગામ લોકોએ જણાવ્યું છે કે તંત્રને જાણ કરવામાં આવી છે કે ગામમાં કોઈ મોટી દુર્ઘટના ના બને તેવી લોક માંગ ઉઠવા પામી છે. રોડની બાજુમાં એક વર્ષથી ખોદેલા ખાડા પુરવા પણ
સરપંચને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી.
રાજકીય આગેવાનો અને અઘિકારીઓ ચૂંંટણી સમયે મોટા અને ખોટા વાયદા
આપીને જાય છે. જીત્યા પછી ફરી ક્યારે ગામમાં ફરકતા નથી. આથી ગામ લોકોમાં રોષ જાેવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News