વારંવાર રજૂઆતો છતાં ગુલબાણીનગરના ગંદા પાણીનો નિકાલ કરાતો નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 11:48:05
  • Views : 388
  • Modified Date : 2020-06-28 11:48:05

ડીસાના ગુલબાનીનગર વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં ઘણા સમયથી ગંદા પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે. આ અંગેની પાલિકામાં લોકોએ રજૂઆત કરી હતી. જેના પગલે ચીફ ઓફિસરે આ પ્રશ્નનો સુખદ નિકાલ લાવવાની બાહેધરી આપી હતી. છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી શરૂ ના થતાં રહીશોમાં રોષની લાગણી પ્રસરી છે.
ડીસાનું ગુલબાણી નગર છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં રહ્યું છે. રસ્તાને લઈને પણ ત્યાં વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે અહીના ખુલ્લા મેદાનમાં આજુબાજુની સોસાયટીઓની ગટરના ગંદા પાણી ઠલવાઈ રહ્યા છે. જેને લઇને ગંદા
પાણીનો સતત ભરાવો થતાં દુર્ગંધ પ્રસરી રહી છે. અને મચ્છરજન્ય રોગ પ્રસરવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. આ વિસ્તારના રહીશોએ
પાલિકામાં જઈને અનેકવાર રજૂઆતો કરી હતી. જેને
પગલે થોડા દિવસ પહેલા ચીફ ઓફિસરે ઘટનાસ્થળની મુલાકાત પણ લીધી હતી. અને રહીશોને આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે લાવવાની બાંહેધરી પણ આપી હતી. જેને કેટલાક દિવસો વીતી ગયા છે. છતાં સમસ્યા ઠેરની ઠેર જ છે. જેને લઇને આ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી પ્રસરી છે. પાલિકા તંત્રએ આ વિસ્તારમાં ગંદા
 પાણીનો નિકાલ વહેલી તકે લાવીને રહીશોને આ તકલીફમાંથી મુક્તિ
અપાવવાની જરૂર છે.

Download Our B K News Today App



Related News