વાવ તાલુકામાં બે દિવસથી પાણીનો કળકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-08 11:52:25
  • Views : 557
  • Modified Date : 2020-06-08 11:52:25

આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ તાલુકામાં છેલ્લા બે દિવસથી
પીવાના પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે. ઉનાળાના અંતમાં અહીના લોકો પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે.
વાવ તાલુકો રણને અડીન આવેલો વિસ્તાર છે. અહીં તળના પાણી ખારા છે જેથી સરકાર દ્વારા નાખાયેલી પાઇપ લાઇન દ્વારા છેક છેવાડે સુધી
પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારે એક બાજુ ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે બે દિવસથી વાવ તાલુકાના ગામડાઓમાં
પાણી બંધ છે. વાવ તાલુકો કેટલીય પ્રકારની મુસીબતોનો સામનો કરી રહ્યું છે. ત્યારે મીડિયા સમક્ષ કિરણસિંહ
રાજપૂતે જણાવ્યું હતું કે જવાબદાર અધિકારીઓની સાથે ટેલિફોનિક વાત કરતા જણાવી રહ્યા છે કે બે દિવસથી વીજળીનો પ્રોબ્લમ હોવાથી
પાણી આખા તાલુકામાં બંધ છે. ત્યારે લોકો પણ એવું કહી રહ્યા છે કે અમે જાણે છેવાડાના વિસ્તારમાં જન્મ લીધો એજ મોટો ગુનો કર્યો હોય એવું લાગી રહ્યું છે. અમારા વિસ્તારમાં કેનાલના પાણીના ધાધિયા છે તો ક્યાક એસ.ટી.બસોના ધાધિયા, આવા તો કેટલાય ધાધિયા અમારા વિસ્તારમાં છે. અમે કેવી રીતે જીવન ગાળીએ છીએ એતો એસીમાં બેસવા વાળા અધિકારીઓને કદાચ ખબર નહીં હોય.  એસી ચેમ્બરમાં બેસવા વાળા ખાલી પાંચ દિવસ આ વિસ્તારમાં રહી બતાવે કે અહીંના લોકો કેવું જીવન જીવે છે. જેથી આ વિસ્તારના લોકોની માંગ છે કે જે અમારા વિસ્તારોમાં પાણીની સુવિધા આપે એજ અમારા વિસ્તારના હિતમાં છે.

Download Our B K News Today App



Related News