ચંગવાડામાં પીવાના પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:09:42
  • Views : 469
  • Modified Date : 2019-04-29 11:09:42

વડગામ તાલુકાના ચંગવાડા ગામમાં વસવાટ કરતા દેવીપૂજક મહોલ્લામાં છેલ્લાં કેટલાંક સમયથી પાણી મળતું ન હોવાની રાડ ફરિયાદ સાથેની રજૂઆત  વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સમક્ષ કરવામાં આવી છે. અરજીના અનુસંધાને મેવાણી કાર્યાલયની ટીમ ચંગવાડા
તપાસ માટે પહોંચી હતી.
ચંગવાડામાં દેવીપૂજક સમાજના ચાલીસથી પચાસ જેટલા ઘર આવેલા છે. જેમાં છેલ્લાં કેટલાંક સમયથી પાણી મળતું ન હોવાની રાડ ફરિયાદ દેવીપૂજક સમાજના લોકો દ્વારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની કાર્યાલય કરાઇ છે. જેમાં
 પીવાના પાણી આપવામાં ભેદભાવ રખાતો હોવાના આક્ષેપ કરાયા છે. તેમજ પાણી ઓતરા દિવસે  અપાતું હોવાથી પાણી પુરતા પ્રમાણમાં  મળતુ ન હોવાની ફરિયાદ દેવીપૂજક લોકો દ્વારા કરાઇ છે. તેમજ દેવીપૂજક સમાજના મહોલ્લા પાસે છ ફૂટથી પણ ઉંચો ઘોડો નાંખવામાં આવ્યો છે. જેના કારણે મહોલ્લામાં પાણી ચડતું નથી તેવું દેવીપૂજક લોકોનું કહેવું છે એટલું જ નહીં પણ અડધાની પાઇપ લગાવતાં પાણી પાઇપલાઇનમાં પહોંચતું નથી. કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખાં મારવા પડે છે. સ્થાનિક પંચાયતના સત્તાધીશો આંખ આડા કાન કરતાં હોવાથી દેવીપૂજક સમાજના લોકો પરેશાન થઈ રહ્યા છે. દેવીપૂજક સમાજના મહોલ્લામાં પાંચ ફૂટથી પણ વધારે ઉંડા ખાડા ખોદ્યા હોવા છતાં પાણી આવતું નથી. દેવીપૂજક સમાજના લોકોના જણાવ્યા અનુસાર ગામના છેવાડે રહેતાં હોવાથી ગામમાં પાણી ફરીને તેમના સુધી આવે એટલે પાણી બંધ કરી દેવાતું હોવાના પણ ચોંકાવનારા આક્ષેપ કરાયા હતા. એટલું જ નહીં પણ પીવા માટેનું પાણી પંચાયત દ્વારા મોડે છોડાતું હોવાથી દેવીપૂજક સમાજના લોકોને પાણીની રાહ જોયને બેસી રહેવું પડે છે. ધંધા રોજગાર માટે પણ જઇ શકતા નથી પાણીના કકળાટના કારણે ચંગવાડામાં દેવીપૂજક સમાજના લોકો તોબા પોકારી ઊઠયા છે. ત્યારે જવાબદાર તંત્રના કર્મચારીઓ દ્વારા સ્થાનિક પંચાયત પાસે દેવીપૂજક સમાજના લોકોની સમસ્યાઓ હલ કરવા મદદરૂપ બનીને લોકોને પીવાનું પાણી મળતું થાય તેવા પ્રયાસો કરાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News