કોરોનાના કહેર વચ્ચે શિવનગરમાં પીવાના પાણીનો કકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-15 11:14:32
  • Views : 586
  • Modified Date : 2020-05-15 11:14:32

થરાદ નગરપાલિકા વિસ્તારના શિવનગરમાં
પીવાના પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. શિવનગર વિસ્તારમાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઇ રહી છે છતાં પણ બાજુના ખેતરોમાંથી પીવાના પાણી લાવવા આ વિસ્તારના લોકો મજબુર બની રહ્યા છે. સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા પાણી માટેની પાઇપલાઇન અને નળ કનેક્શનો કરી આપવામાં આવ્યા છે, પાણી પણ આવે છે. પરંતુ તે પાણી ડાયરેક્ટ નર્મદા કેનાલોનું છે અને ગંદુ પાણી છે તેમ જાણવા મળ્યું હતું. વધુમાં આ પાણી એટલું ગંદુ હોય છે કે નાહવા માટે પણ ઉપયોગ કરી શકાય તેમ નથી. આમ છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. તો તંત્ર દ્વારા આ વિસ્તારમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી રહીશોની માંગ ઉઠી છે. 

Download Our B K News Today App



Related News