બનાસકાંઠામા ચાલી રહ્યો છે પાણીનો ધૂમ વેપાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 11:33:10
  • Views : 431
  • Modified Date : 2019-05-07 11:33:10

બનાસકાંઠામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. તેમજ છેવાડા - સરહદી વિસ્તારના અને ગામડાંઓમાં પાણી મેળવવા લોકોએ દૂર દૂર સુધી ચાલીને જવું પડી રહ્યું છે.
આવી પાણીની ગંભીર સમસ્યા વચ્ચે પણ ખાનગી ટેન્કર માલિકોએ ટેન્કર દીઠ રૂ. ૨૦૦ થી ૫૦૦નો વધારો કરી દેતાં પાણી મેળવવું ખુબ જ  મુશ્કેલ બની રહ્યું છે. વાસ્તવમાં પાણીની એવી તંગી સર્જાઈ છે કે લોકો પાણી ખરીદવા મજબૂર થઈ રહ્યા છે. આ તકનો લાભ લઈ ખાનગી ટેન્કર વાળાઓને તો જાણે કમાણી થઈ છે. ટેન્કરના ભાવમાં અતિશય પ્રમાણમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
બનાસકાંઠાના ગ્રામ્ય-સરહદી વિસ્તારોમાં ટેન્કરની જાણે ડિમાન્ડ બોલાઈ છે. આદિવાસી વિસ્તારમાં એક પાણીનું ટેન્કર જાઈએ તો રૂ. ૬૦૦ થી ૭૦૦ ચૂકવવા પડી રહ્યા છે. ખાનગી ટેન્કરના માલિકોએ ૮૦૦ ફૂટ ઉંડા બોર કરીને પાણીનો જાણે વેપાર શરૂ કરી દીધો છે. ખેતર અને ખાનગી બોરમાંથી પાણી  મેળવીને ટેન્કરના માધ્યમથી કાળો કારોબાર શરૂ કર્યો છે.
સરકાર ભલે દાવો કરતી હોય, પરંતુ પાણીની સમસ્યા એટલી હદે વકરી છે કે, ગામડાંઓમાં એકાદ બે ટેન્કરથી ગ્રામજનોની પાણીની જરૂરીયાત સંતોષાય તેમ નથી.
આ કારણોસર લોકો નાણાં ખર્ચી ખાનગી ટેન્કર મંગાવી પાણીની ખરીદી કરી રહ્યા છે. માત્ર એક બે જિલ્લાઓમાં જ નહિ, રાજયમાં મોટાભાગના જિલ્લાઓમાં ખાનગી ટેન્કરના માલિકો માટે આ કમાણીની સિજન સાબિત થઈ છે.

Download Our B K News Today App



Related News