પાલનપુરમાં સુભાષનગર અને પ્રેમાનંદ સોસાયટીના રહીશો દ્વારા થઈ રહ્યો છે પાણીનો બગાડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 12:00:50
  • Views : 318
  • Modified Date : 2020-10-20 12:00:50

પાલનપુરમાં આવેલા બેચરપુરા ફાટક પ્રેમાનંદ સોસાયટી અને સુભાષનગરમાં છેલ્લા કેટલાક સમયથી આ બધી સોસાયટીઓનું પાણી રોડ પર આવે છે અને ત્યાં ભરાઈને પડ્યું રહે છે. જેના કારણે રોડની
આજુબાજુ રહેતા લોકોને તેમજ રાહદારીઓને ચાલવામાં ખુબજ મુશ્કેલી પડી રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની
પણ ભીતિ સેવાઈ રહી છે. ત્યારે રોડની આજુબાજુ રહેતા લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રેમાનંદ અને સુભાષનગરમાં રહેતા લોકો પાણીનો વધારે વેડફાટ કરે છે. જેના કારણે બધુજ પાણી રોડ પર ભરાઈને
પડ્યું રહે છે.
જેથી નગરપાલિકા દ્વારા આ સોસાયટીમાં રહેતા લોકોના
પાણીના કનેક્શન બંધ કરવામાં આવે અથવા તો યોગ્ય દંડ કરવામાં આવે તો આ
પાણીનો વેડફાટ થતો બંધ કરી શકાય.
પાણીના કારણે રોડ પર થતી ગંદકીથી પણ બચી શકાય તેમ છે. જેથી પાલિકા આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરી પાણીનો બગાડ કરતાં લોકો સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે.

Download Our B K News Today App



Related News