જુનાડીસામાં પાઈપ તૂટતા હજારો લીટર પાણીનો બગાડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:17:56
  • Views : 454
  • Modified Date : 2019-04-30 13:17:56

ડીસા તાલુકાના જુનાડીસા ગામના મદીના પાર્ક તરફ જવાના માર્ગે પાઇપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જોકે આ પાણીનો રેલો મુખ્ય માર્ગ સુધી પહોંચતા આ માર્ગ પર ગંદકી છવાઈ છે.એક તરફ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. ત્યારે ડીસાના જુનાડીસા ગામમાં પાઇપલાઈન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. જુનાડીસાના મદીના પાર્ક તરફ જવાના માર્ગે બોર આવેલો છે જે માર્ગે પાઇપ લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી રોડ પર વહી રહ્યું છે. આ મામલે જુનાડીસા ગ્રામ પંચાયતના પૂર્વ સભ્ય ચૌહાણ  ઇમદાદઅલીએ જણાવ્યું હતું કે આ પાઇપલાઈન ત્રણ દિવસથી લીકેજ થઈ રહી છે. ઉપરાંત ગટરનું પાણી પણ રોડ પર ઉભરાય છે. પાઇપલાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, જેના કારણે ગંદકી સેવાઈ રહી છે. પરિણામે આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ મામલે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે.


 

Download Our B K News Today App



Related News