બનાસકાંઠા જિલ્લામાં પીવાના પાણીની વ્યાપક સુવિધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 10:56:29
  • Views : 469
  • Modified Date : 2019-07-11 10:56:29


બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક ભૂરચના જોઇએ તો પૂર્વ દિશામાં અરવલ્લીના રળીયામણા ડુંગરાઓ,
ભરપુર વન્ય સંપદા અને મહદઅંશે આદિજાતિ વિસ્તાર આવેલો છે. જયારે પશ્ચિમ દિશામાં રણ વિસ્તાર. દોઢેક દાયકા પહેલાં બનાસકાંઠા જિલ્લાની ગણના પછાત જિલ્લાઓમાં થતી હતી. પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં શરૂ થયેલ વિકાસયાત્રા અને સુશાસનના ફળ બનાસકાંઠા જિલ્લાને
પણ સારા પ્રમાણમાં મળ્યા છે. પરિણામે બનાસકાંઠા જિલ્લાએ પછાતપણાનું કલંક મિટાવીને સંખ્યાબંધ ક્ષેત્રોમાં રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવલંત સિધ્ધિઓ મેળવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીના શાસનમાં રાજયભરમાં તમામ ક્ષેત્રોમાં ઝડપી સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. સર્વાંગી વિકાસ સાથે લોકોની આવક, સુવિધા અને સુખાકારીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. જેનાથી પ્રજા આનંદ અને ગૌરવ અનુભવે છે.
બનાસકાંઠા જિલ્લાની ભૌગોલિક ભૂરચના જોઇએ તો એમ લાગે કે અહીં
પાણીની મુશ્કેલીઓ હશે.
પરંતુ સરકારના મક્કમ નિર્ધાર, સંકલ્પે અને સક્રિય પ્રયાસોને લીધે બનાસકાંઠા જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીની સરસ સુવિધા ઉપલબ્ધ બનાવાઇ છે. અત્યારે જિલ્લામાં ૮૨.૭૭ કુટુંબો નળ કનેકશનથી ઘર  બેઠાં પીવાનું પાણી મેળવે છે.
જિલ્લાના કુલ ૧૨૩૪ ગામો પૈકી જુથ પાણી પુરવઠા યોજનાઓમાં ૬૮૬ અને સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાઓમાં ૫૧૨ ગામોને આવરી લઇ પીવાનું પાણી આપવામાં આવે છે. હેન્ડપંપ આધારીત પાણી મેળવતા ૧૩ ગામો અને મીની પાઇપ યોજના દ્વારા ૯ ગામોને
પાણી આપવામાં આવે છે. જિલ્લાના કુલ ૧૨ શહેરી વિસ્તાઆરો પૈકી જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ૯ અને સ્વતંત્ર પાણી પુરવઠા યોજના હેઠળ ૩ શહેરોને આવરી લઇ પીવાનું પાણી આપવામાં આવે છે. જિલ્લામાં ૪૩૪૬ હેન્ડપંપ કાર્યરત છે.  
સંકલન - માનસિંહ સિસોદીયા
સિનિયર સબ એડીટર
(માહિતી બ્યુરો પાલનપુર) 

Download Our B K News Today App



Related News