જવાબદાર કોણ ઃ અમીરગઢ વિસ્તારના હવાડા અને પાણીની ટાંકીઓ ખંડેર અવસ્થામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 11:22:38
  • Views : 254
  • Modified Date : 2021-03-21 11:22:38

અમીરગઢ તાલુકાની  ગ્રામપંચાયતોમાં  સરકારની જુદી જુદી યોજનાઓ નીચે હવાડા તેમજ પાણીની ટાંકીઓ બાંધવાની કામગીરી કરવામાં આવેલી છે, અમીરગઢ વિસ્તાર માટે સિંચાઈનો સ્ત્રોત એ વરસાદી પાણી ઉપર ર્નિભર રહેલો છે, આ અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં ખેડૂતો મોટેભાગે ખેતી અને
પશુપાલન ઉપર ગુજરાન ચલાવે છે, તેમજ લોકો તથા ખેડૂતોના પશુઓને પીવાના
પાણીની કાયમ વ્યવસ્થા કરી શકાય તે હેતુથી સરકાર દ્વારા એ .ટી .વી.ટી, વિવેકાધીન,  વિકાસશીલ અને પાણી
પુરવઠા જેવી યોજનાઓ નીચે હવાડા તેમજ પાણીની
ટાંકીઓ નું જાહેર જગ્યાએ બાંધકામ કરવામાં આવેલું છે પરંતુ આ બાંધકામ કર્યા બાદ સરકારના નાણાં ખંખેર્યા બાદ એમાં ભાગ્યેજ ક્યાંક પાણી ભરવાની તસ્દી લેવામાં આવી રહી છે,આવા કેટલાય હવાડા અને પાણીની ટાંકીઓ અમીરગઢ વિસ્તાર ની હદમાં આવેલા ગામડાઓમાં ખંડેર હાલતમાં જાેઈ શકાય છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા આ બાબતે સરપંચો અને
તલાટીઓનું ધ્યાન દોરી હવાડા અને પાણીની ટાંકીઓમાં સાફ સફાઈ કરી નિયમિત પાણી ભરવામાં આવે તે ઉનાળાના પ્રારંભે જરૂરી બન્યું છે.

Download Our B K News Today App



Related News