વાવના ગંભીરપુરામાં ૬ માસથી પાણીની તંગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 05:55:26
  • Views : 538
  • Modified Date : 2019-04-10 05:55:26

વાવ તાલુકાના ગંભીરપુરા ગામમાં પીવાના પાણીની ભાચરથી ચુવા સુધી નવીન પાઈપલાઈન એક વર્ષ અગાઉ નાખવામાં આવી હતી. ત્યારે ચુવાથી ગંભીરપુરા સુધી માત્ર બે  કિ.મી.ની પાઈપલાઈન જૂની હોવાથી પીવાના પાણીની કાયમી સમસ્યાઓ સર્જાય છે. આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે છ માસથી પીવાના પાણીની ભયંકર સમસ્યા વેઠી રહ્યા છીએ. ત્યારે પીવાનું પાણી નહીં મળતાં આખરે ગ્રામજનોએ પાણી નહી તો વોટ નહીં. ત્યારે વહીવટી તંત્ર હરકતમાં આવ્યુ હતું અને વાવ ટીડીઓ સહિત મામલતદારએ રૂબરૂ મુલાકાત લઈ પાણીની સમસ્યાને ઉકેલવાની ખાતરી આપી હતી.
ઉનાળાનાં પ્રારંભે જ સરહદી વાવ તાલુકામાં પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.  પરિણામે મૂંગા પશુપક્ષીઓની હાલત અત્યંત દયનીય બની જાય છે.અને કેટલાંય પશુઓ પીવાના પાણી અને ઘાસચારાના અભાવે જ ટળવળીને મૃત્યુ પામે છે. ત્યારે ગંભીરપુરા ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગને લેખિત અને મૌખિકમાં ઈઢાટાથી ગંભીરપુરા સુધી ૬ કિ.મી.ની નવીન પાઈપલાઈન નાખવાની અમારી માંગણી છે. જે પાઈપલાઈનમાં અમોએ ૩૦ વર્ષ સુધી પાણી મળ્યું છે. પરંતુ આ પાઈપલાઈન જૂની હોવાથી લાઈનમાં ભંગાણ સર્જાતાં નવીન પાઈપલાઈન માટેની અમારી માંગણી છે. ગ્રામજનો પણ સરકાર સામે લડી લેવાના મુડમાં છે. તો મહિલાઓ સહિત ગ્રામજનોએ એકી અવાજે જણાવ્યું હતું કે પાણી નહિ તો વોટ નહિ. ત્યારે વાવ તાલુકા વિકાસ અધિકારી સહિત વાવ મામલતદાર ગંભીરપુરા ગામે દોડી આવ્યા હતા.  પાણીની સમસ્યાનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી. અને પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાલી હવાડાઓમાં પાણી ભરવામાં આવ્યું હતું.



Download Our B K News Today App



Related News