મીઠી પાલડીમાં ભરઉનાળે પાણીની તંગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 11:29:46
  • Views : 525
  • Modified Date : 2019-05-09 11:29:46

નર્મદાના નીર ઘટતા ગુજરાતમાં જળસંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામે પણ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી હોય તેવું લાગી રહ્યુ છે.
પશુઓ માટે લાખોના ખર્ચે બનાવેલ  હવાડા પણ ખાલી ખમ જણાઈ રહ્યા છે. પંથકમાં
પાણી માટે પશુઓ રઝળપાટ કરી રહ્યા છે. તેમજ પીવાના
પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને પાણી માટે વલખાં મારવા પડે છે. મીઠી-પાલડીમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીના હવાડા બનાવવામાં આવ્યા હતા. પરંતુ પાણી પુરવઠા વિભાગ દ્વારા આ હવાડામાં છેલ્લાં કેટલાંયે દિવસોથી  પાણી પહોંચાડવામાં આવ્યું નથી. જેથી અબોલ પશુઓ પાણી વિના તરફડીને મોતને ભેટી રહ્યા છે.
આ બાબતે સ્થાનિક લોકોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતુ કે, રાજય સરકાર દ્વારા બનાસકાંઠાના છેવાડાના ગામ સુધી નર્મદાના નીર પહોંચાડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે બીજી તરફ
વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે. જ્યારે  પાલડીમાં પ્લોટ વિસ્તાર પાસેના વિસ્તારમાં હવાડામાં પાઈપ લાઈન અથવા ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ નિવડી રહ્યું છે.
મીઠી-પાલડી વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસને દિવસે વિકટ બની રહી છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી તેમજ પશુપાલન છે અને ગામના પશુ માટે બનાવવામાં આવેલ અવાડા પણ ભવઉનાળે ખાલીખમ નજરે પડી રહ્યા છે. સ્થાનિક લોકોએ અનેકવાર મીડિયાના માધ્યમથી તંત્રની આંખ ઉઘાડવાના પૂરતા પ્રયાસ કર્યા હોવા છતાં આજદીન સુધી પાણીની કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી સવાર પડતાની સાથે જ અબોલ પશુઓ પાણીની શોધમાં નીકળી પડે છે. રજળી રજળીને  લોથ પોથ હાલતમાં તરફડીયા મારતા નજરે પડી રહ્યા છે. જેથી જીવદયા પ્રેમીઓમાં પણ રોષ ભભુકી ઉઠયો છે.  
ગામના હવાડામાં પશુઓ માટે  પાણીની  યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા પાણી સમસ્યા કારણે પશુઓ બેહાલ બન્યા છે. ત્યારે સવાલ એ છે કે...ક્યાં સુધી અબોલ પશુઓને પીવાના માટે રઝળપાટ કરવી પડશે ? ક્યારે આ વિસ્તારના પશુઓને પાણીની સુવિધા મળશે ..?  કે હજુ પણ ભરઉનાળે પીવાના પાણી માટે અબોલ પશુઓને સંઘર્ષ કરવો પડશે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Download Our B K News Today App



Related News