બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની તંગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-05 11:32:03
  • Views : 508
  • Modified Date : 2020-06-05 11:32:03

આંતરરાષ્ટ્રીય સીમા ધરાવતા બનાસકાંઠાના વાવ, સુઇગામ તાલુકાના રણને અડીને આવેલા છેવાડાના વિસ્તારના ગામમાં પીવાના
પાણીની બુંદ બુંદ માટે લોકો વલખા મારી રહ્યા છે.
દર વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ સરહદી વિસ્તારમાં
પાણીની ભયંકર સમસ્યા સર્જાય છે. ચાલુ વર્ષે લોકડાઉન વચ્ચે નર્મદા નહેરનું પાણી બંધ થતાની સાથે જ સરહદી વિસ્તારમાં
પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. ત્યારે આ વર્ષે પણ સરહદી વિસ્તારના લોકોને પાણીની બુંદ બુંદ માટે કિલોમીટરો સુધી ચાલીને જવુ પડે છે. ધોમધખતા તાપ નીચે પણ નાના બાળકોથી માંડીને મોટા સહુ કોઈ પાણીના ટેન્કર માટે રાહ જોઇને બેઠા હોય છે. જ્યારે પણ સરહદી વિસ્તારમાં પીવાના પાણીનું ટેન્કર આવે છે ત્યારે લોકોની લાંબી લાંબી લાઈનો લાગી જાય છે. બનાસકાંઠામાં કોરોના કહેર વચ્ચે સરકાર તનતોડ મહેનત કરી રહી છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્યની સીમાએ આવેલા એટલે કે સરહદને સીમાડે આવેલા લોદ્રાણી ગામમાં પીવાના પાણીનો કકળાટ વર્તાઈ રહ્યો છે. આ આગઝરતી ગરમીમાં ૪૦ થી ૪૫ ડીગ્રી
તાપમાનમાં મહિલાઓ પીવાના પાણી માટે દોડાધામ કરી રહી છે. સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. જોકે આ લોકોને  સરકારના
પરિપત્રનું પાલન તો કરવું છે પણ તંત્રની ઘોર બેદરકારીથી લોકો મજબૂર છે. રણને અડીને આવેલા આ ગામ છે લાદ્રાણી, રજોસણ. ઉનાળાની ઋતુમાં કેટલાક ગામોમાં પીવાના
પાણીના પ્રશ્નનો ઉભા થતા હોય છે જોકે અહીંના વિસ્તારમાં જમીનમાં પાણી ખારા છે. ગામમાં આવેલા વરંડાઓમાં
પાણી મળતા નથી. આ ગામમાં અંદાજે પંદરસોની વસ્તી ધરાવતું આ ગામ છે. ઓછામાં ઓછા બે હજારથી વધારે પશુધન ધરાવે છે જેથી આ ગામને પાઇપલાઇન દ્વારા પાણી પૂરું પાડવા આવે તેવી આ ગામના લોકોની માંગ છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો કોરોના વાયરસની સાથે સાથે બેવડો માર સહન કરી રહ્યા છે અને આ માહોલમાં પણ જીવના જોખમે પીવાના પાણી માટે વલખા મારતા લોકો નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો એ રણની કાંધી અડીને આવેલો છે. દર વર્ષે અહીં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની કિલ્લતનો લોકોએ સામનો કરવો પડે છે અને મોટાભાગે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા લોકોએ પીવાના પાણી માટે પણ મિલો દૂર સુધી ચાલીને જવુ
પડતું હોય છે, ત્યારે આ વર્ષે વૈશ્વિક મહામારી કોરોના વાયરસની સામે સમગ્ર દેશ જંગ ખેલી રહ્યો છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના લોકો કોરોના વાયરસની સાથે સાથે પીવાના
પાણી માટે પણ જંગ ખેલતા નજરે પડી રહ્યા છે. વાવ તાલુકાના લોદ્રાણી ગામના લોદ્રાણી ગામની વસ્તી આમ તો માત્ર ૧૨૦૦ જેટલી જ છે અને આ ગામ પણ ભારત-
પાકિસ્તાનની બોર્ડર પર આવેલું છેલ્લું ગામ છે. વળી રણ વિસ્તાર પાસે આવેલું હોવાથી અહીં દર વર્ષે ઉનાળામાં
પાણીની ભારે અછત સર્જાય છે. સરકાર દ્વારા આ વિસ્તારને હરિયાળું બનાવવા માટે નર્મદા નહેર બનાવી છે પરંતુ નર્મદા નહેરમાં પાણી બંધ થતા જ આ વિસ્તારમાં પાણીની સમસ્યા શરૂ થઈ જાય છે. આ વર્ષે પણ છેલ્લા એક અઠવાડિયાથી વાવના લોદ્રાણી તેમજ આજુબાજુના અનેક ગામોમાં પાણીના પાણી માટે લોકોએ ભારે હાડમારી વેઠવી પડે છે. જીવન જરૂરી એવા પાણી માટે લોકોએ
આજુબાજુ એક-બે કિલોમીટર સુધી ચાલીને પણ જવુ છે. વળી ઉનાળાની ધોમધખતી ગરમીમાં પણ બપોરના સમયે જ પાણી આવતું હોવાથી મહિલાઓ, બાળકો, પુરુષો જે કોઈ ઘરમાં હોય તે તમામ લોકોએ પાણી ભરવા માટે પડાપડી કરતા હોય છે. દર વર્ષે ઉનાળામાં આ વિસ્તારના લોકો પીવાના પાણી માટે તડપતા હોય છે. આઝાદીના ૭ દાયકા બાદ પણ સરકાર આ વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે. અઠવાડિયા અગાઉ વાવ પાસે આવેલા લોદ્રાણી સહિત આસપાસના ગામોમાં પાણીની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી. જોકે બાદમાં સરકારે પાણીનું ટેન્કર મોકલી લોદ્રાણી ગામના લોકોની સમસ્યા હલ કરી હતી. પરંતુ ત્યારબાદ હવે સુઇગામ તાલુકાના રજોસણ ગામે પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. જોકે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી પાણી પહોંચાડી દીધું હોવાનું જણાવી રહ્યા છે. દર વર્ષે ઉનાળામાં સરહદી વિસ્તારના ગામડાઓની આવી જ સ્થિતિ સર્જાતી હોય છે પીવાના પાણી માટે વર્ષોથી લોકો સ્થાનિક તંત્ર અને સરકારમાં રજૂઆત કરતા હોય છે પરંતુ હજુ સુધી પણ સરહદી વિસ્તારના ગામડાઓ સુધી પીવાના પાણી જેવી સમસ્યાનો કાયમી ઉકેલ સરકાર કરી શકી નથી. જેના કારણે આજે પણ આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારતા નજરે પડે છે.  ત્યારે આ વિસ્તારમાં પીવાના
પાણીનો કાયમી ઉકેલ જલ્દી આવે તેવી આશ ગ્રામજનો રાખી રહ્યા છે. તો હવે પાણી પુરવઠાના અધિકારીઓ જાગશે કે લોદ્રાણી ગામની પરિસ્થિતિ આવી જ રહેશે તે તો આવનારો સમય બતાવશે.

Download Our B K News Today App



Related News