થરાદના ભાપી ગામે પાણીની વિકટ સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 11:50:16
  • Views : 500
  • Modified Date : 2019-06-30 11:50:16

થરાદ તાલુકાના ભાપી ગામમાં છેલ્લાં બે-ત્રણ અઠવાડિયાથી પીવાના પાણીની વિક્ટ સમસ્યા સર્જાતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આમ વર્તમાન સમયમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે નર્મદા કેનાલ પર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલા પાણીના બોર સુધી રઝળપાટ કરવો પડી રહ્યો છે.
આમ આ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા વચ્ચે સોમવારે ગ્રામજનોને ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવતા પાણી ભરવા માટે પડાપડીના દ્રશ્યો જાવા  મળ્યા હતા. આમ આ સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાણીની પાઈપલાઈનો નાખવામાં આવે અથવા પાઈપોનું યોગ્ય રીતે સમારકામ કરીને લોકોને નિયમિત પાણી પુરુ પાડવામાં આવે તેવી ઉગ્ર લોકમાંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News