લોકડાઉનની પરિસ્થિતિમાં પાણી માટે પડાપડી લાખણીના વાસણા(વા)માં ભરઉનાળે પીવાના પાણીની સમસ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 11:40:58
  • Views : 584
  • Modified Date : 2020-05-08 11:54:43

 લાખણી તાલુકાના વાસણા વાતમ ગામે છેલ્લા દસ દિવસથી પાણીની સમસ્યા ઉભી થઇ છે. આવી કાળઝાળ ગરમી અને ભરઉનાળે અને લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં પણ લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું, પ્રજાની સાથે સાથે ગાય માતાની પણ હાલત કફોડી છે. એક હજારથી વધુ લોકો ગામમાં વસવાટ કરે છે છતાં પણ પીવાના પાણીના વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી બોર બગડેલી હાલતમાં જોવા મળી રહ્યો છે. આવી કપરી પરિસ્થિતિમાં સરપંચો અને ઓપરેટરોની ઢીલી નીતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગામલોકો દ્વારા ખેતરોમાંથી ટેન્કર ભરી ગામની પ્રજાને પાણી પૂરું
પાડી રહ્યા છે. છતાં પણ આવા લોકડાઉન વચ્ચે તંત્ર ઊંઘતું હોય તે રીતે લાગી રહ્યુ છે. આ તંત્ર આળસ ખંખેરી અને વાસણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરે એવી ગામની પ્રજાની માંગ છે.

Download Our B K News Today App



Related News