જળોયા ગામમાં પાણીના પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 05:52:23
  • Views : 532
  • Modified Date : 2019-04-11 05:52:23

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ વિસ્તારમાં આજે પણ ઉનાળાની કાળજાળ ગરમીમાં ૪૦ ડીગ્રીમાં તાપમાન હોવા છતાં પાણી માટે દર-બદર પાણી માટે તો  લોકો ભટકી રહ્યા છે. એક બાજુ સરહદ ઉપર કેનાલોમાં પાણી બંધ થતાં પશુઓને  ઘાસ અને આજે પણ તસવીરોમાં હવાડા ખાલી ખમ જોવા મળી રહ્યા છે. સ્થાનિક રહીશોને પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઇગામમાં નર્મદા કેનાલમાં પાણી બંધ થતાં સરહદી વિસ્તારમાં લોકો પીવાના પાણી વિના હેરાન પરેશાન થઈ રહ્યા છે.  સુઇગામથી ૬ કિ.મી.ના અંતરે અને ભારત પાક. બોર્ડરનું  છેલ્લું ગામ જળોયા ગામમાં છેલ્લાં કેટલાંક દિવસથી પાણી ન આવતું હોવાથી  ગ્રામજનોની ભારે ફફોડી હાલત જોવા મળી રહી છે અને પશુઓને પાણી પીવા માટે હવાડા કોરા ધાકોર જોવા મળી રહ્યા છે. ત્યારે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી જોવા મળી રહી છે.  લોકોએ જણાવ્યું હતું કે  સરહદનું છેલ્લું ગામ આવેલું હોવાથી  અત્યારે ઉનાળામાં એક પણ પાણી પુરવઠાનો અધિકારી મુલાકાતે આવ્યા નથી. ત્યારે અમારી સૌ ગ્રામજનોની માંગ છે કે અમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા જલ્દીમાં જલ્દી પુરી થાય અને  અને પાણીનો સંપ અને હવાડા પશુઓ માટે ભરવામાં આવે તેવી માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News