ધાનેરાના રામપુર છોટા ગામે પાણીની પારાયણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:47:35
  • Views : 484
  • Modified Date : 2019-05-04 11:47:35

ધાનેરા તાલુકાના રામપુર છોટા ગામે સરપંચની ઢીલી નીતિ અને  તંત્રની બેદરકારીથી ગામને પાણી વિના તરસે મરવાનો વારો આવ્યો છે. ભરઉનાળે બુદ બુદ પાણી માટે ગામ લોકોને વલખાં મારવા પડે છે. પાણી માટે દર દર ભટકતા પશુઓની હાલત કફોડી બની છે.
ઉનાળો શરૂ થતાં જ ધાનેરા તાલુકામાં પાણીનો પોકાર શરૂ થઇ ગયો છે.  લોકોને પીવા
પાણી પણ નથી મળી રહ્યું તો ખેતીની કલ્પના તો કઈ રીતે કરવી.  ધાનેરા તાલુકાના
રામપુર છોટા ગામ જ્યાં
આજથી બે માસ પહેલાં ગામના કુવાની મોટર બળી ગઈ હતી. વારંવાર ગામલોકોએ સરપંચને રજૂઆત કરવા છતાં પણ રીપેર ન કરાવતા આજે ગામ લોકો પાણી માટે વલખા મારતા થઈ ગયા છે. ગામ લોકોને એક કિલોમીટર ચાલીને પીવાનું
પાણી લાવવું પડે છે.
કયારે ગામમાં પાણી માટેનું ટેન્કર આવે ત્યારે ગામલોકોને આશિત રાહત થાય છે તો બીજી તરફ બેડા યુદ્ધ શરૂ થાય છે . એક માટલું પાણી ભરવા માટે લોકો વચ્ચે પડાપડી થાય છે. જો પીવાના પાણીની આ સમસ્યા હોય તો અન્ય કલ્પના કરવી પણ મુશ્કેલ છે. પશુઓની હાલત પણ કફોડી બની ગઈ છે  તેમજ સ્કૂલ જતા બાળકો પણ શાળામાં પાણી માટે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગુજરાત સરકાર પાણી
પહોંચાડવાના દાવા કરી રહી છે પણ આજ સુધી રામપુર છોટા ગામે પાણી પહોંચ્યું નથી. બીજી તરફ સરપંચ અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારીના લીધે આજે તો ગામલોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. રામપુર છોટા ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તત્કાલ બોરની મોટર રીપેર થાય અને ગામ લોકોને પીવાનું પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવે.
આમ તો ધાનેરાના રાજકારણમાં નેતાઓ સક્રિય છે પણ જયારે કામ કરવાનો વારો આવે ત્યારે ક્યાં જતા રહે છે એ પણ એક સવાલ બની રહ્યો છે.  હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા વહીવટી તંત્ર ક્યારે આ ગામ લોકોને પાણી અપાવવા માટે સ્થાનિક તંત્રના કાન મરડીને જગાડે છે.

Download Our B K News Today App



Related News