પાટણ જાયન્ટસ પરિવાર દ્વારા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-23 05:35:59
  • Views : 459
  • Modified Date : 2019-04-23 05:35:59

રવિવારના રોજ સવારે ૯.૦૦વાગે પાટણના ટી.બી.ત્રણ રસ્તા પાસે આવેલા હની ટી સ્ટોલ કોર્નર નજીક જાયન્ટસ પાટણ આયોજીત નિઃશુલ્ક પાણીની પરબનું ઉદ્ઘાટન પાટણ નગર પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. આ સેવાકીય પ્રવૃત્તિના શુભારંભ પ્રસંગે ગ્રુપ પ્રમુખ ઉજ્જવલ પટેલ,મંત્રી નટુભાઇ દરજી, ઈશ્વર ભાઈ પટેલ, દિલીપભાઈ ખમાર, મનોજભાઈ પટેલ , લાલેશભાઈ ઠક્કર, કિરીટભાઈ ગાંધી, ડેવિશ મોદી, ધનસુખભાઈ, ભરતભાઈ, બાબુભાઈ સહિત મહેમાનોમાં વૃંદાવન આર્કૅડના નવનીતભાઈ પ્રજાપતિ અને ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જાયન્ટસ ગૃપ ઓફ પાટણ દ્વારા સતત ત્રણ વર્ષ થી આ સેવાકિય પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.



Download Our B K News Today App



Related News