લાખણી તાલુકાના ગેળા ગામમાં પાણીનો બગાડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 11:38:03
  • Views : 428
  • Modified Date : 2019-07-15 11:38:03

રાજ્યમાં ઠેરઠેર પાણીનો કકળાટ જાવા મળી રહ્યો છે.જેના કારણે કેટલાંક વિસ્તારોના લોકોને પાણી માટે વલખાં મારવાનો વારો આવી રહ્યો છે.જ્યારે કેટલાંક વિસ્તારોના લોકોને પાણી માટે કેટલાંક કિમી દૂર જવું પડતું હોય છે.આમ લાખણી તાલુકાના ગેળા ગામ ખાતે પાણીનો અઢળક બગાડ થતો જાવા મળે છે.જ્યાં ઠેરઠેર પાણીના નળ ખુલ્લા  જ જાવા મળી રહ્યા છે.જેમાં એક  વર્ષ  પહેલાં  નવિન બનાવેલ હાઇવે વર્તમાન સમયમાં ૨૦ વર્ષ  જુનો રોડ તૂટી જવા પામ્યો છે.જેમાં કેટલાંક લોકો ગેળા હનુમાનજી જેવા 
પવિત્ર ધામમાં દર્શન માટે આવતા હોય છે.તેવા સમયે આટલો પાણીનો બગાડ
અકલ્પનીય છે.  જેમાં દુધ ઉત્પાદક મંડળીથી  શાળા નંબર ૨ સુધીનો એક કીલોમીટર  સુધીના હાઇવે પર પાણી ભરાયેલું  રહેવાના  કારણે  આ હાઇવે
સંપૂર્ણપણે તૂટી ગયેલો જાવા મળે છે.જેના કારણે ઠેરઠેર  પાણી ભરાયેલું દેખાય છે.
એક બાજુ  વરસાદ આવતો  નથી.તેવામાં સરહદી વિસ્તારોમાં  પીવા  માટે 
પાણીના વલખા મારવા પડી રહ્યા છે.જે ગંભીર બાબત માનવામાં આવે છે.

Download Our B K News Today App



Related News